ગુજરાત
News of Friday, 30th October 2020

તિલકવાડા તાલુકાના સાવલી ગામમાં ઘરફોડ ચોરીનો નિષ્ફળ પ્રયાસ

દરવાજાનો નકુચો કટર વડે કાપવા જતાં પાડોશી જાગી જતા ચોર નાસી છૂટ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ શિયાળાની ઋતુ શરૂ થતાંજ ચોરીના બનાવોને અંજામ આપવા નર્મદા જિલ્લામાં પણ ચોરો જાણે સક્રિય થઈ ગયા છે.જેમાં બે દિવસ પહેલાજ રાજપીપળાના એક વેપારીની દુકાનમાંથી સુરતના બે ગઠિયાઓ પાકીટ ઉઠાવી ભાગવા જતા એક ઝડપાઇ ગયો હતો ત્યારે હાલ બીજો એક બનાવ તિલકવાડા તાલુકાના સાવલી ગામમાં બન્યો છે જેમાં તા.28 ઓક્ટોમ્બરે સાવલી ગામના એક ખેડૂત નટવરભાઇ કાલીદાસભાઇ પ્રજાપતિના રહેણાંક મકાનના મુખ્ય દરવાજાના તાળાનો નકુચો કટર વડે કાપી બીજા દરવાજાનો નકુચો કટરથી કાપી ઘરમાં ઘૂસી તિજોરી ખોલતા જ પડોશીઓ જાગી જતા ચોર ત્યાંથી નાસી છૂટ્યો હતો જોકે આ બાબતે નટવરભાઈ એ તિલકવાડા પો.સ્ટે.માં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે

(10:37 pm IST)