ગુજરાત
News of Friday, 30th October 2020

રાજપીપળા શર્મા કોમ્પ્લેક્સ પાસેની ઓટો પાર્ટ્સની દુકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગતા લોકટોળા ઉમટી પડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના ટ્રાફિકથી ભરચક એવા વિસ્તાર લીમડા ચોક શર્મા કોમ્પ્લેક્ષ પાસે આવેલી એક ઓટો પાર્ટ્સની દુકાનમાં આજે શોર્ટસર્કિટના કારણે આગ લાગતા સ્થાનિકો દોડી આવ્યા હતા જોકે આગમાં બહુ મોટું નુકસાન થયું નથી પરંતુ અમુક વસ્તુઓ બળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારે આગની ઘટના બનતાજ આ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં વાહનો થંભી ગયા અને લોકટોળા એકઠા થયા હતા.કોઈ મોટું નુકસાન થતા પહેલાં જ આગ પર કાબુ મેળવી લેવાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

(10:33 pm IST)