ગુજરાત
News of Friday, 30th October 2020

ગુજરાત હાઈકોર્ટ દ્વારા 9મી નવેમ્બરથી 22મી નવેમ્બર સુધી 14 દિવસનું દિવાળી વેકેશન

આ સમયગાળા દરમિયાન બે જજ સિવિલ અને ક્રિમિનલ કેસની સુનાવણી કરશે

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે 14 દિવસનું દિવાળી વેકેશન જારી કર્યું છે જોકે આ સમયગાળા દરમિયાન બે જજ સિવિલ અને ક્રિમિનલ કેસની સુનાવણી કરશે. હાઈકોર્ટે 9મી નવેમ્બર થી 22મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન જારી કર્યું છે.

ગુજરાત હાઈકોર્ટના  પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 9મી નવેમ્બર થી 22મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન જારી કરવામાં આવ્યું છે. જોકે આ સમયગાળા દરમિયાન રજીસ્ટ્રી સવારે 11 થી 3 વચ્ચે કામગીરી કરશે. દિવાળી વેકેશનના આ સમયગાળામાં બે ન્યાયાધીશ ક્રિમિનલ અને સિવિલ મેટર પર સુનાવણી કરશે. ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ની બેન્ચ સમક્ષ રજુ કરાયેલો કેસ અર્જનટ છે કે કેમ એ અંગે ન્યાયાધીશ દ્વારા નિણર્ય લેવામાં આવશે.

7મી નવેમ્બર થી 14મી નવેમ્બર સુધી જસ્ટિસ વૈભવી નાણાવટી સિવિલ કેસ જ્યારે જસ્ટિસ નિખિલ કેરિયલ ક્રિમિનલ કેસ સાંભળશે. 15મી નવેમ્બર થી 22 નવેમ્બર મહિના સુધી જસ્ટિસ ભાર્ગવ કારીયા સિવિલ અને જસ્ટિસ નિરઝર દેસાઈ ક્રિમિનલ મેટર સાંભળશે.

(10:15 pm IST)