ગુજરાત
News of Monday, 30th September 2019

સુરતમાં પ્રથમ નોરતે ૧ હજાર ફોર વ્હીલ, ૨ હજાર ટુ વ્હીલરનું બુકીંગ

સુરત, તા. ૩૦ : છેલ્લા કેટલાક સમયથી ઓટો મોબાઈલ્સ સેકટરમાં મંદી હોવાની હવા ચાલતી હતી, પરંતુ સુરતમાં તો પ્રથમ નોરતે સ્કુટર કારમાં મોટુ બુકીંગ નોંધાયુ છે.

ઓટોમોબાઈલ સેકટરમાં મંદી છે. લાંબાં સમયથી મર્યાદિત વેપાર કરી રહેલા સુરત શહેરના ઓટો ડીલર્સને પ્રથમ નોરતે સારા પ્રમાણમાં ટુ-વ્હીલર, ફોર વ્હીલર્સની સાથો-સાથ સ્પોર્ટસ વ્હીકલ સેગમેન્ટમાં પણ સારા પ્રમાણમાં વેપાર મળ્યો છે. સુસ્ત સ્થિતિમાં આવી ગયેલા ઓટોમોબાઈલ સેગમેન્ટમાં ૧૫ ટકાનો ગ્રોથ પાછલા વર્ષની સરખાણમીએ જોવા મળ્યો છે. શરદ પૂનમ સુધી ૬૦૦૦ ટુ વ્હીલ્સ અને ૨૫૦૦ જેટલી ફોર વ્હીલ્સનું વેચાણ થશે તેવી તજજ્ઞોએ આશા વ્યકત કરી છે.

રવિવારથી નવરાત્રિની શરૂઆતની સાથે તમામ ઉદ્યોગ સેકટરમાં સારા વેપારની આશા સેવાઈ રહી છે. જેમાં સૌથી વધુ રિયલ એસ્ટેટ અને ઓટોમોબાઈલ સેકટરમાં સારા વેપારની આશા સેવાઈ રહી છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ ઓટોમોબાઈલ સેકટરમાં તેજી જોવા મળી છે. શહેરના ઓટોમોબાઈલ સેકટરના અગ્રણી ડીલર્સ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, એક મહિનામાં જે વેપાર થતો હોઈ તો ફકત નવરાત્રિના ૯ દિવસમાં જ નોંધાય જતો હોઈ છે.

એક અઠવાડિયા સુધી ઓટોમોબાઈલ માર્કેટ ડાઉન હતું પણ શુક્રવાર સાંજથી ટુ અને ફોર વ્હીલ્સમાં દુર્ગાઆઠમ, દશેરા અને શરદ પૂનમ માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે દર નવરાત્રિએ દક્ષિણ ગુજરાતમાં ૧૦,૦૦૦થી વધુ ટુ-વ્હીલ્સ અને ૫૦૦૦થી વધુ ફોર વ્હીલ્સની સાથો-સાથ ૩૫૦ થી ૪૦૦ લકઝુરીયસ કાર્સની સાથે ૧૦૦૦ જેટલી સ્પોર્ટસ બાઈકસનું વેચાણ થતું હોઈ છે.

શહેરના અગ્રણી ઓટો ડીલર્સના મતાનુસાર, આ વખતે પ્રથમ નોરતે જ ૧૦૦૦થી ફોર વ્હીલ્સ અને ૨૦૦૦થી વધુ ટુ-વ્હીલ્સનું બુકિંગ આઠમ અને દશેરા માટે થઈ ગયું છે.

(1:13 pm IST)