ગુજરાત
News of Monday, 30th September 2019

લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા કિંગ એન્ડ ક્વિન ગરબા કોમ્પિટિશન યોજાઈ: અમાસે ઝરમર વરસતા વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘુમ્યા

વિજેતા યુવક યુવતીઓને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા

( વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલ શેઠ એમ જે હાઇસ્કુલ મેદાનમાં ડી ટુ ડી અને લિઓ ક્લબ ઓફ વિરમગામના સંયુક્ત ઉપક્રમે કિંગ એન્ડ ક્વિન ગરબા કોમ્પિટિશનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

 નવરાત્રી પૂર્વે અમાસની રાત્રિએ ઝરમર વરસતા વરસાદમાં ખેલૈયાઓ ગરબે રમ્યા હતા. કિંગ એન્ડ ક્વિન ગરબા કોમ્પીટીશનમાં વિજેતા બનેલા યુવક યુવતીઓને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા.

  કિંગ એન્ડ ક્વિન ગરબા કોમ્પીટીશનના કારણે વિરમગામ શહેરમાં નવરાત્રીનો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. ટ્રેડિશનલ કપડા પહેરીને યુવક-યુવતીઓ સહિત નાના ભૂલકાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા તેમ લીઓ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ ગોકુલ પટેલે જણાવ્યું હતું.

(11:15 am IST)