ગુજરાત
News of Friday, 30th July 2021

સુભાષબ્રિજ સર્કલ પાસેની હોટલો અને જોધપુરની શેલ્બી હોસ્પિટલને મચ્છર બ્રિડિંગ મુદ્દે 25-25 હજાર દંડ ફટકાર્યો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા મચ્છર બ્રિડિંગ મુદ્દે શહેરની 560 હોટેલ અને હોસ્પિટલમાં ચકાસણી: 427 હોટેલ-હોસ્પિટલમાં મચ્છરોનું બ્રિડિંગ મળતાં નોટિસો ફટકારી : બ્રિડિંગ મળ્યું હોય તેવી હોટેલ-હોસ્પિટલોને કુલ 4.51 લાખનો દંડ કરાયો

અમદાવાદ :મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા મચ્છર બ્રિડિંગ મુદ્દે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી હોટેલ અને હોસ્પિટલોમાં ચકાસણી કરાઈ હતી હેલ્થ ખાતાની ટીમોએ આજે શહેરની 560 હોટેલ અને હોસ્પિટલમાં ચકાસણી કરી હતી. જે પૈકી 427 હોટેલ-હોસ્પિટલમાં મચ્છરોનું બ્રિડિંગ મળતાં નોટિસો આપી હતી. જ્યારે હેવી મચ્છરોનું બ્રિડિંગ મળ્યું હોય તેવી હોટેલ-હોસ્પિટલોને કુલ 4.51 લાખનો દંડ કરાયો હતો. સ્ટેડિયમ વોર્ડમાં સુભાષબ્રિજ સર્કલ પાસેની હોટેલ મેટ્રોપોલ, થલતેજની ટ્રી ટોટેલ હોટેલ અને જોધપુરની શેલ્બી હોસ્પિટલને 25-25 હજાર દંડ ફટકાર્યો હતો.

ચોમાસાની સિઝનમાં અમદાવાદ શહેરમાં મચ્છરોનું બ્રિડિંગ વધી જાય છે, મચ્છરોનું બ્રિડિંગ વધતાં મચ્છરજન્ય રોગચાળો વકરવાનો ભય રહે છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ આજે શહેરની વિવિધ હોટેલ અને હોસ્પિટલમાં મચ્છરોના બ્રિડિંગ મુદ્દે ચકાસણી કરી હતી.

અમદાવાદ મ્યુનિ.એ આજે મધ્ય ઝોનમાં 37 હોટેલ-હોસ્પિટલને નોટિસ આપી 18 હજાર દંડ કર્યો હતો. દક્ષિણ ઝોનમાં 38 હોટેલ-હોસ્પિટલને નોટિસ આપી 72,100નો દંડ કર્યો હતો. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 43ને નોટિસ આપી 53 હજાર, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 68ને નોટિસ આપી 61 હજાર, પૂર્વ ઝોનમાં 68ને નોટિસ આપી 28 હજાર, ઉત્તર ઝોનમાં 36ને નોટિસ આપી 93 હજાર અને પશ્ચિમ ઝોનમાં 137ને નોટિસ આપી 1.05 લાખનો દંડ કર્યો હતો.

આ હોટેલ- હોસ્પિટલોને દંડ કરાયો

એકમનું નામ દંડ
હોટેલ મેટ્રોપોલ, સ્ટેડિયમ 25,000
ટ્રી ટોટલ હોસ્પિટલ, થલતેજ 25,000
શેલ્બી હોસ્પિટલ, જોધપુર 25,000
હોટેલ મેરિયોટ, સ્ટેડિયમ 25,000
શ્રી નારાયણા હોસ્પિટલ, સરસપુર 15,000
મોનિ હોટેલ, લાંભા 10,000
હોટેલ એરપોર્ટ એનેક્ષ, સરદારનગર 10,000
સોનીજી હોસ્પિટલ, દાણીલીમડા 10,000
કોઠારી હોસ્પિટલ, સરદારનગર 10,000
જય્યુસ હોસ્પિટલ, ચાંદલોડિયા 10,000
સાંકેત સર્જીકલ હોસ્પિટલ, ચાંદલોડિયા 10,000
આઇકોની હોસ્પિટલ, બોડકદેવ 10,000
ગ્લોબલ હોસ્પિટલ, બોડકદેવ 10,000
પુષ્ય હોસ્પિટલ, નવરંગપુરા 10,000
એસએમએસ હોસ્પિટલ, ચાંદખેડા 10,000

(11:51 pm IST)