ગુજરાત
News of Friday, 30th July 2021

અમદાવાદની લેખિકાની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ : હેમીષા શાહે સંકલનકર્તા તરીકે બ્રાવો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદની લેખિકાએ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવી છે. જાણીતી લેખિકા અને થેરાપિસ્ટ એવા હેમીષા શાહએ સંકલનકર્તા ( કમ્પાઇલર ) તરીકે બ્રાવો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેમની આ બુકમાં ૧૨ જાતના શીર્ષક હેઠળ રાધા -કૃષ્ણના ટોપિક પર ૨૫ સાહિત્યકારોનું સંકલન કરી "એક રાધા શ્યામ સી.."નામનો સાહિત્યસંગ્રહ પ્રસ્તુત કર્યો છે. તેઓ આમાટે તેમના ૨૫  સાહિત્યકારો,ઈશાની અગ્રવાલ અને "ફ્લેરસ એન્ડ ગ્લેરસ પબ્લીશર્સ" નો હૃદયપૂર્વક આભાર માને છે
 .હેમીષા શાહના કહેવા પ્રમાણે આ સાહિત્યસંગ્રહમાં રાધા - કૃષ્ણના વિષય હેઠળ કવિતા ,વાર્તા, હાઈકુ, દોહા, ગીત, શાયરી, મુક્તપંચિકા, માઈક્રોફિકશન, લેખ,૪-લાઇન કવિતા અને ગઝલનો સમાવેશ કરી એક અલગ જ સંગ્રહ પ્રકાશિત થયો છે અને રેકોર્ડક્ષેત્રે સ્થાન મળ્યું છે, જેનો તેમને ગર્વ છે અને તેને ભગવાનના આશીર્વાદ માને છે. "આ સંગ્રહ વાંચવા જેવો ને વસાવવા જેવો છે. રાધાનો વિરહ અને કૃષ્ણપ્રેમ એ આ સાહિત્યની વિશેષતા છે જે લેખકો એ ખુબજ સહજ વર્ણન કર્યું છે". આ પહેલા સાહિત્યક્ષેત્રે તેઓ હાઈકુમાં  "ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ"માં પણ પોતાનું નામ નોંધાવી ચુક્યા છે.

(8:50 pm IST)