ગુજરાત
News of Friday, 30th July 2021

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ભોજનમાં બેદરકારી સામે આવીઃ એક દર્દીને પીરસવામાં આવેલી દાળમાંથી મરોલી ગરોળી નીકળતા દર્દીઓ ફફડાટ વ્યાપી ગયો

દર્દીએ ફરજ ઉપર તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને આ તમામ ઘટનાની જાણ કરી હતી જેને પરિણામે તાત્કાલિક અસરથી ભોજન દર્દીઓને પીરસવાનું બંધ કરીને ભોજનનો નાશ કરવામાં આવ્યો

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ભોજનમાં બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલમાં દાખલ અંદાજે 325 જેટલા દર્દીઓને ગત બુધવારના રોજ આપવામાં આવેલા ભોજનમાંથી એક દર્દીને પીરસવા આવેલી દાળમાંથી મરોલી ગરોળી નીકળતા દર્દીઓ ફફડાટ વ્યાપી ગયો હતો.

ગાંધીનગર સિવિલમાં દાળમાંથી ગરોળી નીકળતા દર્દીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કે, દર્દીએ ફરજ ઉપર તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને આ તમામ ઘટનાની જાણ કરી હતી. જેને પરિણામે તાત્કાલિક અસરથી ભોજન દર્દીઓને પીરસવાનું બંધ કરીને ભોજનનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત દર્દીના સગાએ લેખિતમાં જાણ સિવિલ અધિક્ષકને કરી હતી. સિવિલ અધિક્ષકે ભોજન પછી દીકરી ગરોળી અંગે અક્ષયપાત્ર સંસ્થાને જાણ કરાઈ હતી.

સિવિલ હોસ્પિટલના દાખલ થયેલા દર્દીઓ માટે ભોજનમાંથી મરેલી ગરોળી નીકળવા અંગે સિવિલ અધિક્ષક ડો નિયતિ લાખાણીને પૂછતાં જણાવ્યું છે કે દર્દીઓ માટેનું ભોજન અક્ષયપાત્ર સંસ્થામાંથી આવતું હોવાથી આ મામલે અક્ષયપાત્ર સંસ્થાના સંચાલકોને દર્દીઓ બનાવવામાં આવતા ભોજનના મામલે ખાસ તકેદારી રાખવા કડક સુચના આપી છે.

(5:38 pm IST)