ગુજરાત
News of Friday, 30th July 2021

અમદાવાદમાં સાણંદની ૪૨ શાળામાં ૧ કરોડનું RO કૌભાંડઃ ડીડીઓએ આપ્યા તપાસના આદેશ

અમદાવાદ, તા. ૩૦: સાણંદમાં RO ને નામે કથિત કૌભાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં ૪૨ જેટલી શાળાઓ દ્વારા રૂપિયા ૧ કરોડથી વધુ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવતા ડીડીઓએ તપાસના આદેશ આપ્યા છે.

મહત્વનું છે કે નેચરલ ગ્રેવિટી પ્યુરીફાઈ પ્લાન્ટ અને પાણીની ટાંકીના કામમાં શાળાઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. સમગ્ર મામલે અહેવાલ બાદ તંત્રનું

સફાળું જાગ્યુ છે અને હવે DDO એ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

શાળાઓએ કરેલ ગેરરિતી અને કૌભાંડ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયતના શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપ્યા છે સાણંદ તાલુકા પંચાયતા શિક્ષણ અધિકારીઓને દરેક શાળાઓમાં જઈને જાતે જ થયેલા કૌભાંડ મામલે તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે જેમાં અધિકારીઓ અને નિરીક્ષકોએ શાળામાં જઈને તપાસ હાથ ધરે તેવું સૂચન કરાયું છે.  શાળામાં રૂપિયા બે લાખની કિંમતના RO મુકવાની જોગવાઈ હતી જે બાદ ૪૨ જેટલી શાળાઓએ ૧ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું જેને લઈ હવે DDO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

(3:20 pm IST)