ગુજરાત
News of Friday, 30th July 2021

હરિપ્રસાદ સ્વામીના દિવ્ય વિગ્રહના આરતી થાળ સમયે સંતો અને હરિભકતો ગદગદ થયાં

કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા તેમજ સિધ્ધાર્થ પટેલે કર્યા અંતિમ દર્શન

અંતિમ દર્શન કરતા અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકી

વડોદરા, તા.૩૦: હરીધામ સોખડા મંદિરમાં સંત બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના અંતિમ દર્શન બુધવારથી ભકતો માટે મંદિર પ્રાંગણમાં જ ખુલ્લા મૂકાયાં હતાં. પહેલા દિવસે વડોદરા સહિત સાત જિલ્લામાંથી ૧ લાખથી વધુ ભકતાએ સ્વામીજીના અંતિમ દર્શન કર્યા હતાં. હજારોની સંખ્યામાં હરિભકતોદર્શન માટે ઉમટી પડ્યાં હતાં. સોખડાના રોડ પર વાહનોની પ કિ.મી. લાંબી લાઈનો જોવા મળી હતી. આ દ્રશ્યો ડોન કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. વરસાદથી બચવા અને આરામ કરવા માટે ડોમ બનાવવામાં આવ્યાં છે. દિવ્ય વિગ્રહના આરતી-થાળ સમયે સંતો- ભકતો ગદગદ થયા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ સિદ્ઘાર્થભાઈ પટેલ સ્વામીના અંતિમ દર્શન માટે સોખડા ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં. ભરતસિહ સોલંકીએ સ્વામીને શ્રદ્ઘાંજલિ આપતા જણાવ્યું હતું કે, આજે એક પરમ આત્મા અનંતમાં વિલિન થયાં હોય એવી અનુભૂતિ કરી રહ્યો છે. સિદ્ઘાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક નવી પેઢીના નિર્માણ માટે સ્વામીજીએ અભૂતપૂર્વ કામગીરી કરી હતી. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સ્વામીજી માત્ર સંત જ નહીં પરંતુ ખુદ એક ઈન્સ્ટીટ્યુટ હતાં. તેઓ આજે આપણી વચ્ચે તેમના વિચારો, સંસ્કારો અને તેઓની સાથે જોડાયેલો હજારો-લાખો પરિવારોનો વારસો મૂકી ગયાં છે. આ ઉપરાંત રાજયના નર્મદાવિકાસ રાજય મંત્રી યોગેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્ત્।ાત્રેય હોસબાલેએ સ્વામીજીને પાઠવેલા શ્રદ્ઘાંજલિ સંદેશનમાં જણાવ્યું હતું. કે, સ્વામીજીએ યુવાનોમાં આત્મીયતા જગાડીને સત્કાર્યો માટે પ્રેરિત કર્યા હતાં.

(1:05 pm IST)