ગુજરાત
News of Friday, 30th July 2021

સોનાના ભાવમાં ધીમગતિએ સુધારો : છેલ્લા બે દિવસથી સતત વધતા ભાવ

ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં તેજી જોવાઈ

અમદાવાદ : સોનાના ભાવમાં આજે તેજી જોવા મળી રહી છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 47,060 રૂપિયા છે જેમાં 110 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ ગોલ્ડના 10 ગ્રામનો ભાવ 51,340 રૂપિયાએ પહોંચી ગયો છે જેમાં 120 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ચેન્નઈમાં 22 કેરેટ સોનું 45,310 રૂપિયાના ભાવે અને 24 કેરેટ સોનું 49,430 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. નોંધનીય છે કે, ભારતીય માર્કેટની સાથોસાથ ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 47,400 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 49,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 46,650 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

(10:44 am IST)