ગુજરાત
News of Thursday, 30th July 2020

સુરતના ડો. સંદિપ પટેલે કોરોનાને હરાવીને ફરી દર્દીઓની સેવામાં જોડાયા

ર૧ દિવસે પ્લાઝમાં ડોનેટનો નિર્ધાર

સુરત, તા. ૨૯ : બી  પોઝીટીવ, કોરોના વાયરસ સામે વિજય ર્નિશ્ચિત છે આ શબ્દો છે શહેરના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ડો. સંદિપ ભાઈ પટેલના છે.ઙ્ગ મોરાભાગળ અને આનંદ મહલ રોડ ખાતે કોવિડ - ૧૯ વોર્ડમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર દરમ્યાન કોરોનાગ્રસ્ત થતાં ડો. સંદિપભાઈ પટેલે કોઈપણ પ્રકારના ભય કે માનસિક તણાવ વગર કવોરોન્ટાઈન પીરિયડ પૂર્ણ કરીને પુનઃ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં જોતરાઈ ચુકયા છે અને પ્લાઝમાં પણ ડોનેટ કરીને આ સેવાકીય પ્રવૃત્ત્િ। માટે અન્યોને પણ પ્રેરિત કરી રહ્યા છે.ઙ્ગ

મોરાભાગળ ખાતે આવેલ અંજની હોસ્પિટલમાંઙ્ગ અને યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઉભા કરવામાં આવેલા અલાયદા કોવિડ - ૧૯ વોર્ડમાં ફરજ નિભાવી રહેલા ડો. સંદિપ ભાઈ પટેલને ગત મહિને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.  તબીબી આલમમાં મિલનસાર વ્યકિતત્વ ધરાવતાં ડો. સંદિપભાઈ પટેલે ગાઈડ લાઈનનું અક્ષરશઃ પાલન કરી ૧૪ દિવસ સુધી અલાયદા રૂમમાં કવોરોન્ટાઈન રહ્યા હતા. ત્યારબાદ કોરોના વાયરસના કોઈપણ જાતના લક્ષણ ન દેખાતાં પુનઃ કોરોના દર્દીઓની સારવાર શરૂ કરી હતી. ૨૧ દિવસ બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પહોચીને પોતાના પ્લાઝમાનું ડોનેટ કરી તબીબ સાથે માનવતાનો ધર્મ પણ નિભાવ્યો હતો.ઙ્ગ

આ સંદર્ભે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોમાં ચાલી આવતી માન્યતાઓ વિપરીત પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈપણ જાતની અશકિત કે સમસ્યા ઉત્પન્ન થતી નથી. કોરાના વાયરસને મ્હાત આપનારા દર્દીઓને પણ હવે તેઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે. તેઓએ હવે દર ૨૧ દિવસે પ્લાઝમા આપવાનો નિર્ધાર વ્યકત કરતાં કહ્યું હતું કે, કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં એક તબક્કે પ્લાઝમા ખુબ જ અસરકારક સાબિત થાય છે.

(3:59 pm IST)