ગુજરાત
News of Thursday, 30th June 2022

વિરમગામની એંજલ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી કરાવીને એકસાથે ત્રણ બાળકોનો જન્મ કરાવવામાં આવ્યો

અધૂરા મહિને જન્મેલા ત્રણેય બાળકોના વજનમાં વધારો થતા ૧૦ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામમાં આવેલ એન્જલ હોસ્પિટલમાં પાટડી રણકાંઠા વિસ્તારના નગવાડા ગામના નીરૂબેન મેહુલભાઈ મકવાણા ડિલિવરી કરાવવા માટે આવ્યા હતા. તારીખ ૨૧ જૂન ૨૦૨૨ ના રોજ એન્જલ હોસ્પિટલ ખાતેના ગાયનેકોલોજિસ્ટ ડો નયન પટેલ દ્વારા નીરૂબેન ની નોર્મલ ડીલેવરી કરાવવામાં આવી હતી અને એક સાથે ત્રણ બાળકોનો જન્મ થયો છે. ૧૦ દિવસ સુધી બાળકોને કાચની પેટીમાં રાખવામાં આવ્યા અને તેમના વજનમાં વધારો થતા તેઓને રજા આપવામાં આવી છે. ત્રણ બાળકો હોવા છતાં પણ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવતા પરિવારજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

       વિરમગામની એન્જલ હોસ્પિટલના બાળકોના ડોક્ટર હેરત ઉદાવતે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રસુતિને ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે અને તેમાં પણ જો ત્રીપ્લેટ્સ એટલે કે એક સાથે ત્રણ બાળકો જન્મ લે ત્યારે કેટલીક કપરી પરિસ્થિતિ ડોક્ટર માટે સર્જાઈ શકે છે અને મા બાપ માટે પણ કપરી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એન્જલ હોસ્પિટલ ખાતે ગાયનેકોલોજીસ્ટ ડો નયન પટેલે ઘણી મહેનતથી એક સાથે ત્રણ બાળકોની નોર્મલ ડીલીવરી કરાવી હતી. સાડા સાત મહિને નોર્મલ ડિલિવરી પછી અમે ત્રણેય બાળકોને ઈશ્વરની સાક્ષી એ કાચની પેટીમાં રાખ્યા હતા. ૧૦ દિવસની અથાગ મહેનત બાદ પરિણામ સ્વરૂપે ત્રણેય બાળકોના વજનમાં નોંધપાત્ર વધારો થયો છે. પહેલું બાળક બાબો વજન ૧.૪૫૦ કીગ્રાથી વધીને ૧.૫૯૦ કીગ્રા, બીજું બાળક બેબીનું વજન ૧.૪૦૦  કીગ્રાથી વધીને ૧.૪૭૦ કીગ્રા અને ત્રીજા બાળક બાબોનું વજન ૧.૧૦૦ કીગ્રાથી વધીને ૧.૩૭૦ કીગ્રા થયું છે. ત્રણેય બાળકોની હાલત જન્મ સમયે ઘણી ગંભીર હતી. પણ સાચા સમયે મળેલી દવાઓ અને ઓક્સિજન ની સારવાર, લાગણીથી તમામ સ્ટાફ વડે કરવામાં આવેલી મેહનત અને કાંગારુ માતા સારવાર ના પરિણામે ત્રણેય નવજાત બાળકોની પરિસ્થિતિ માં સુધારો થયો. તકલીફો સામે હિંમત થી લડવાની ક્ષમતા આ નવજાત બાળકો જોડે થી આપણે શીખવા જેવી છે. નાજુક ફૂલ જેવા બાળકો હસી ખુશીથી પોતાના ઘરે જઈ રહ્યા છે. આ પ્રસંગ અમારા માટે સૌથી વધારે યાદગાર રહેશે.

 

(6:49 pm IST)