ગુજરાત
News of Thursday, 30th June 2022

એક કિલો મધ તૈયાર કરવા માટે સેંકડો મધમાખીઓ કામે લાગે છેઃ મધના વ્‍યવસાયમાં અમુલ, પતંજલી અને ડાબર જેવી કંપનીઓનો ખુબ જ મોટો ફાળો

સુગંધીત ફુલો ઉપર બેસીને તેમાંથી રસ ચુસીને મધ બનાવવાની પ્રક્રિયાનો પ્રારંભઃ પેટીઓ મુકીને મધ એકત્ર કરાય

અમદાવાદઃ મધના ઉત્‍પાદનમાં બનાસ ડેરી બનાસકાંઠામાં મધ ઉત્‍પાદન માટેનો પ્‍લાન્‍ટ બનાવશે જે અમુલના બ્રાન્‍ડથી બજારમાં મળશે. મધ બનાવવાની પ્રક્રિયામાં મધમાખી ફુલોના રસ એકઠો કરી સંગ્રહ કરે છે. જેમાંથી પાણીનું બાષ્‍પીભવન થવાથી મધ પ્રવાહી સ્‍વરૂપે મળે છે. તેના માટે ખાસ પેટીઓ તૈયાર કરવી પડે છે. મધમાખીના ઝુંડમાં એક રાણી મધમાખી હોય છે. જો પેટીઓ ફુલ ઉગતા હોય તેવા વિસ્‍તારમાં રાખવામાં આવે તો જલ્‍દી મધ તૈયાર થાય છે.

સ્વાસ્થ્ય માટે મધ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. ઘણી બીમારીઓમાં મધ અકસીર દવા બની રહે છે. પણ શું તમે જાણો છો કે આ મધ કઈ રીતે બને છે? મધમાખીઓ મધપુડો કઈ રીતે તૈયાર કરે છે? એક કિલો જેટલું મધ તૈયાર કરવા માટે પણ સેકડો માખીઓએ લાગવુું પડે છે કામે...અને આ મધના ધંધામાં કેમ અમૂલ, પતંજલિ અને ડાબર જેવી મોટી મોટી કંપનીઓ રસ લઈ રહી છે એ રસપ્રદ માહિતી જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

એક મધપુડામાં કેટલી માખી હોય, કેટલા દિવસમાં મધ તૈયાર થાય છે. કેટલી માખીઓની મહેનતના અંતે કેટલું મધ મળે છે. મધ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. મધપુડાને કેવી રીતે બનાવાય છે અને મધ શેમાંથી બને છે આ તમામ પ્રશ્નો એવા છે કદાચ તમને તેના વિશે માહિતી નહીં હોય. પરંતુ આજે આપણે આવા જ પ્રશ્નોની તમામ માહિતી મેળવીશું.

અમૂલના આગમનથી મળી નવી ઉંચાઈ:

દૂધ અને દૂધની પ્રોડક્ટમાં વિશ્વસ સ્તરે પોતાની છાપ છોડનાર અમૂલ હવે મધના વ્યવસાયમાં પણ પાછળ નથી. હવે બજારમાં અમૂલ દૂધની જેમ તમને અમૂલ મધ પણ મળશે. બનાસકાંઠાના મધનું અમૂલની બ્રાન્ડ નીચે સમગ્ર વિશ્વમાં તમે સ્વાદ માણી શકશો. જે ઉત્પાદનથી લઈને તેની મીઠાસ સુધી તમામથી અલગ તરી આવે છે. મધના ઉત્પાદન માટે બનાસ ડેરીએ ખાસ પ્લાન્ટ તૈયાર કર્યો છે. જેમાં મધ બની જાય એટલે અમૂલ બ્રાન્ડના નામે તે વિશ્વ બજારમાં પહોંચે છે.

સુગધિંત ફૂલોથી થાય છે શરૂઆત:

મધ બનાવવાની પ્રક્રિયામાં સૌથી પહેલાં મધમાખીઓ સુંગદીત ફૂલો પર બેસીને તેમાંથી રસ ચૂસે છે. આ રસને મધુરસ કહેવાય છે. ચૂસેલા ફૂલોના રસને મધમાખી એક કોથળીમાં સંગ્રહ કરે છે. અમૂક જથ્થામાં સંગ્રહ થયા બાદ મધમાખી આ રસને મધપુડામાં સંગ્રહ કરી દે છે. જેમાંથી મધ તૈયાર થાય છે.

કેટલા સમયમાં મધમાખી બનાવે છે મધ?

મુખ્યત્વ ચાવવાનું કામ કરતી મધમાખીઓ ફૂલોનો રસ એકત્ર કરે છે. આ રસને મધમાખી લગભગ 30 મિનિટ એટલે કે અડધો કલાક સુધી ચાવે છે. આ પ્રોસેસથી ફૂલોના રસમાં એક એવા પદાર્થમાં બદલી નાખે છે જેમાં પાણી અને મધનો સમાવેશ હોય છે. ચાવ્યાની પ્રોસેસ પુરી થયા બાદ અન્ય મધમાખીઓ તૈયાર થયેલા પદાર્થને મધપુડામાં મૂકી દે છે જેથી તેમા રહેલું પાણી બાષ્પી ભવન ના થાય. અને મધ પણ જાડું રહે છે.

રંગ અને સ્વાદ કેમ અલગ હોય છે?

મુખ્યત્વ ફૂલના રસને એકત્ર કરીને મધમાખીઓ મધ તૈયાર કરે છે. ફૂલોના રસને મધમાખીઓ મધપૂડાની અંદરની શર્કરામાં રાખે છે. જેમાં મધપૂડાની ડિઝાઈન અને મધમાખીઓના પીછાઓથી સતત બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે. જેનાથી પ્રવાહી સ્વરૂપમાં મધ બને છે. જો કે ફૂલોના રસના આધારે આ મધનો સ્વાદ અને રંગ અલગ અલગ હોય શકે છે.

કેવી રીતે થાય છે મધની ખેતી?

મધના ઉત્પાદન માટે ખાસ પ્રકારની પેટીઓ તૈયાર કરવામાં આવે છે. જેમાં મધમાખીઓનું ઉછેર કરવામાં આવે છે. મધમાખીની દરેક પેટરીમાં એક રાણી હોય છે. જેનું આયુષ્ય ત્રણ વર્ષનું હોય છે..જ્યારે અન્ય મધમાખીઓની ઉંમર 45થી 60 દિવસની હોય છે.

એક પેટીમાંથી કેટલું મધ મળે છે?

મધ માટેની દરેક પેટીમાં 9 ફ્રેમ હોય છે. આ પેટીમાં 7થી 15 દિવસમાં મધ તૈયાર થઈ જાય છે. જેમા એક પેટીમાં 6થી 20 કિલો સુધી મધનું ઉત્પાદન થાય છે. જો પેટીઓને ફુલ ઉગતા હોય તેવા પાક ધરાવતા ખેતરમાં ખૂલ્લામાં મૂકવામાં આવે તો મધનું પ્રોડક્શન વધુ ઝડપથી થાય છે. વરિયાળીના ખેતરમાં મધ 15 દિવસમાં તૈયાર થાય છે. જ્યારે રાયડાના ખેતરમાં તે 5-7 દિવસમાં તૈયાર થઈ જાય છે.

કેટલી માખીઓથી તૈયાર થાય છે મધ?

મધ તૈયાર કરવામાં માટે કેટલી માખીઓ હોવી જોઈએ તેનો ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ હોય છે. એક મધપેટીમાં હજારો લાખો મધમાખીઓ હોય છે. જે રાત દિવસ એક જ કામ કરે છે ફૂલોના રસમાથી મધ તૈયાર કરવો. એટલે મોટી સંખ્યામાં મધમાખીઓ 7થી 15 દિવસ મહેનત કરે ત્યારે 6થી 20 કિલો સુધી મધ મળી શકે છે.

કઈ મધમાખી બનાવે છે સૌથી વધુ મધ?

કદમાં સૌથી નાની ભુનગા ઉર્ફે ડમ્ભર મધમાખી સૌથી ઓછું મધ એકત્ર કરે છે. જ્યારે ભંવર, ભૈંરેહ અને સારંગના નામથી ઓળખાથી મોટી મધમાખી મોટું મધપુડું બનાવે છે. જેના એક મધપુડામાંથી 30થી 50 કિલોગ્રામ સુધી મધ મળે છે. તો ઊંચાઈ પર મધપુડા બનાવતી પોતિંગા મધમાખી એક વારમાં 250 ગ્રામથી 500 ગ્રામ મધ બનાવે છે. સૌથી વધુ મધ ખૈરા ઉર્ફે બારતીય મૌન મધમાખી બનાવે છે. આ મધમાખી એક સાથે 7 મધપુડા તૈયાર કરે છે. આ દરેક પુડામાંથી 10થી 15 કિલોગ્રામ મધ મળી રહે છે.

મધમાખી અને મધનો વિકાસ કેવી રીતે થાય છે?

મધપુડામાં એક મુખ્ય મધમાખી અને નર મધમાખીઓ રહેતી હોય છે. જેમાં મુખ્ય મધમાખી ઈંડા મૂકીને મધપુડાને માખીઓથી ભરે છે. ઈંડા મૂકવા માટે રાની મધમાખી અનેક નર મધમાખિયોના સંપર્કમાં આવે છે. જેમ જેમ મધમાખીઓની સંખ્યા વધે તેમ તેમ મધનું ઉત્પાદન પણ વધે છે.

બજારમાં મળતા મધમાં શ્રેષ્ઠ ક્યું?

હાલ માર્કેટમાં અનેક કંપનીઓના મધના પેકિંગ મળતા હોય છે. જેમાં હવે અમૂલનો પણ સમાવેશ થાય છે. પરંતુ ટોપ ટેને બ્રાન્ડની વાત કરીએ તો કલોન, ડાબર, ઝંડૂ, ફોરએવર બી, એપિસ હિમાલયા, પતંજલીનો સમાવેશ થાય છે. જોકે લાયન મધને સૌથી ચોક્કસાઈ પૂર્વક પેક કરવામાં આવે છે. જ્યારે સૌથી ભરોશાપાત્ર અને શુદ્ધ હિતકારી હનીના મધને માનવામાં આવે છે. પરંતુ મધપુડામાંથી સિધુ મળેલ મધ સૌથી શુદ્ધ અને નેચરલ હોય  છે.

મધનો શું ભાવ હોય છે?

એક કિલો ઓર્ગેનિક મધનો ભાવ 400થી 700 રૂપિયાની આસપાસ હોવાનો અંદાજ છે. જો પ્રતિવર્ષ 20 હજાર કિલો મધનું ઉત્પાદન કરવું હોય તો 24 લાખ 50 હજાર રૂપિયા ખર્ચ આવે છે. 50 જેટલી મધપેટી માટે 2 લાખ જેટલો ખર્ચ લાગતો હોય છે. પરંતુ તેમાં આવક પણ વધુ હોય છે. જો કે બદલાતી પરિસ્થિતિ મુજબ ભાવ અને ખર્ચમાં બદલાવ થઈ શકે છે.

મધની ખેતીનો યોગ્ય સમય શું?

મોટા ભાગે મધ ઉત્પાદનની શરૂઆત ઓક્ટોમ્બર અને નવેમ્બર મહિનામાં થાય છે. આ સિઝનમાં સૌતી વધુ ફૂલ હોવાથી મધની ખેતીનો ઉત્તમ સમય માનવામાં આવે છે. ફેબ્રુઆરી અને માર્ચ સુધી ફૂલોની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી આ સમયગાળામાં મધમાખીઓની સંખ્યા પણ વધે છે. જેથી મધનું ઉત્પાદન પણ સારું મળી શકે છે.

(5:13 pm IST)