ગુજરાત
News of Thursday, 30th June 2022

કાલે અષાઢી બીજ નિમિતે ખેડા પંથકના ડાકોરના રણછોડરાય મંદિરથી 250મી ભવ્‍ય રથયાત્રા નીકળશેઃ તડામાર તૈયારી

રણછોડરાય ભગવાનને બેસાડવા માટે ચાંદી અને પિતળના બે રથ તૈયાર કરાયા

ખેડાઃ ખેડાના ડાકોરમાં આવેલ સુપ્રસિદ્ધ રાજા રણછોડરાયજીના મંદિરેથી 250મી રથયાત્રાનું રંગેચંગે આયોન કરાયુ છે. અષાઢી બીજે નિકળતી રથયાતરામાં બે રથો હોય છે જેમાં એક પિતળનો અને બીજો ચાંદીનો. બંને રથમાં એક પછી બીજા એમ બંને રથમાં રણછોડરાયજીને બિરાજમાન કરવામાં આવે છે. રથયાત્રાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.

જિલ્લાના સુપ્રસિદ્ધ રાજા રણછોડના ધામ એવા ડાકોરમાં આ વર્ષે 250 મી ભવ્ય રથયાત્રા રંગે ચંગે નીકળશે. જેમાં રાજા રણછોડની નગરચર્યામાં લાખો શ્રદ્ધાળુઓ પણ જોડાશે. ડાકોરની તૈયારીઓની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. ડાકોર સુપ્રસિદ્ધ રણચોડરાય મંદિર છે જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો પણ રથયાત્રાના દિવસે ઉમટી પડતા હોય છે.

૧લી જુલાઈએ ડાકોર ખાતે રથયાત્રા નીકળવાની છે તેના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ પુર જોરશોરથી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રથના સમારકામની કામગીરી છેલ્લા દસ દિવસથી અવિરત ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, ડાકોરમાં રણછોડરાયજીના બિરાજવા માટે બે રથ તૈયાર કરવામાં આવે છે. જેમાં એક રથ ચાંદીનો હોય છે જેમાં ડાકોરના ઠાકોર બિરાજમાન થાય છે. જ્યારે બીજો રથ પ્લાન B તરીકે સાથે ચલાવવામાં આવે છે.

રથયાત્રા દરમિયાન રાજા રણછોડને બે રથોમાં એક બાદ એક બિરાજમાન કરીને નગરચર્યાએ નીકાળવામાં આવશે. જેમાંથી એક રથ પિત્તળનો છે. જે રથનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. અન્ય રથ ચાંદીનો રથ છે તેમાં પણ લાલાને બિરાજમાન કરીને નગરચર્યાએ લઇ જવાશે. આ ચાંદીનો રથ વિક્રમ સંવત 1989 મા બનાવવામાં આવ્યો હતો. જેને આજે 89 વર્ષે પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે તેનુ છેલ્લા ૫૫ વર્ષથી સમારકામ કરતા દાદા આજે પણ તે રથનુ સમારકામ કરી રહ્યા છે. આ રથના પૈડા તેમજ તેમાં લગાવવામાં આવેલું ચાંદી જેને ફરી એકવાર જગ મગાટ કરવા માટેની કામગીરી ચાલી રહી છે.

ડાકોરમાં સાત કિલોમીટરના રૂટમાં 4000 તોલા ચાંદીથી નિર્મિત આ રથ પર રાજા રણછોડ રાયને બિરાજમાન કરીને નગરચર્યાએ લઇ જવાય છે. લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાશે. જય રણછોડ માખણચોરના નાદથી સમગ્ર ડાકોર ગુંજી ઉઠશે ત્યારે આ રથયાત્રાને લઈને મંદિર પ્રશાસન દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

(5:09 pm IST)