ગુજરાત
News of Thursday, 30th June 2022

અમદાવાદમાં એસ્ટ્રોવર્લ્ડ એકિઝબીશન

(કેતન ખત્રી) અમદાવાદ, તા. ૩૦ : એસ્ટ્રોવર્લ્ડ-ભારતનો સૌથી મોટો આધ્યાત્મિક સર્વગ્રાહી આરોગ્ય અને સુખાકારી એકસ્પો પ્રથમ વખત અમદાવાદમાં  સિંધુ ભવન બેન્કવેટ હોલમાં યોજાયો.

જેમાં દેશભરમાંથી આવેલ એકિઝબીટર્સ એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ એસ્ટ્રોવર્લ્ડ એકસ્પોનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ કર્યું હતું.એસ્ટ્રોવર્લ્ડ એકિઝબિશનની આ ૧૬મી આવૃત્તિ હતી. અગાઉની આવૃત્તિઓ મુંબઈ, નવી દિલ્હી, શિમલા અને અન્ય શહેરોમાં થઈ હતી, અને તેનું સમગ્ર દેશમાં મોટા શહેરોમાં અને વૈશ્વિક સ્તરે પણ  વિસ્તરણ કરવાની યોજના છે.

એકિઝબિટર પ્રોફાઇલમાં દેશભરના જાણીતા નિષ્ણાતો, જ્યોતિષીઓ, પામ અને ફેસ રીડર્સ, ટ્રી પ્રિડિકશન એકસપર્ટ્સ, ન્યુમરોલોજીસ્ટ અને સિગ્નેચર એનાલિસિસ એકસપર્ટ્સ, લોગો એનાલિસ્ટ, રિસ્ટ વૉચ એનાલિસિસ, વાસ્તુ અને ફેંગશુઈ એકસપર્ટ્સ, ટેરોટ અને એન્જલ કાર્ડ રીડર્સ, પાસ્ટ લાઈફ રિગ્રેશન, કાઉન્સેલર્સ, ક્રિસ્ટલ બોલ ગેઝિંગ, રેડિકલ-ચક્ર- લામા ફેરા-રેકી-સાઉન્ડ હીલર્સ, યોગ પ્રાણ વિદ્યા અને ધ્યાન, સ્ફટિકો-રુદ્રાક્ષ-રત્નોના જથ્થાબંધ વેપારી અને બીજા ઘણા બધાનો એક છત નીચે  સમાવેશ થયો હતો.

એસ્ટ્રોવર્લ્ડ એકિઝબિશન્સના સ્થાપકો શ્રીમતી સિરાજ જોંધલે અને સાગર જોંધલે જણાવ્યું હતુ કે આધ્યાત્મિક અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ તેમાં આધ્યાત્મિક અને માનસિક સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે તે અનુભૂતિ વધી રહી છે. એસ્ટ્રોવર્લ્ડ, જે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક, સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રદર્શન છે.

આ એકસપોમાં અતિથિ તરીકે શ્રી અમિત શાહ(પ્રેસિડેન્ટ - બીજેપી કર્ણાવતી મહાનગર), શ્રી જનક ઠક્કર (કન્વીનર - બીજેપી કલચરલ સેલ ગુજરાત), શ્રી અરવિંદ વેગડા (મેમ્બર- બીજેપી કલચરલ સેલ), શ્રી મિલન કોઠારી (બીજેપી કલચરલ સેલ- રાજકોટ ડિસ્ટ્રીકટ), (શ્રી અભિલાશ ઘોડા (કન્વીનર - બીજેપી કલચરલ સેલ , કર્ણાવતી) અને શિલ્પા ચોકસી (હાઉસ ઓફ મેરીગોલ્ડ) હાજર રહયા હતા.

(3:28 pm IST)