ગુજરાત
News of Wednesday, 30th June 2021

SGVP ગુરુકુલ હોલિસ્ટીક હોસ્પિટલને મુથુટ ફાઇનાન્સ કંપનીના દ્વારા કોરોના દર્દીઓ માટે ઇન્ફ્યુજન પમ્પ અર્પણ

અમદાવાદ તા. ૩૦ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્ર્રતિષ્ઠાનમ્ SGVP સંસ્થા દ્વારા શા. માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે શિક્ષણ અને સમાજ ક્ષેત્રે અનેક સેવા કાર્યો થઇ રહ્યા છે.

તાજેતરમાં SGVP હોલિસ્ટીક હોસ્પિટલને મુથુટ ફાઇનાન્સ કંપનીના સહયોગથી કોરોના દર્દીઓને સારવાર માટે મુથુટ કંપનીના રિજીનલ મેનેજર શ્રી એમ.એન. પરમાર તથા અન્ય અધિકારીઓના હસ્તે આઠ જેટલા ઇન્ફ્યુજન પમ્પ શા. માધવપ્રિયદાસજી સ્વામીને અર્પણ કરવામાં આવેલ.

છેલ્લા સાડા ત્રણ વર્ષથી હોસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગના સહકારથી અનેક દર્દીઓને સાજા થયા છે.

જ્યારથી કોરોના મહામારીની શરુઆત થઇ ત્યારથી લગભગ ૪૦૦૦ ચાર હજાર થી વધારે કોરોના દર્દીઓએ SGVP હોલિસ્ટીક હોસ્પિટલમાં સારવાર મેળવી છે.

SGVP ગુરુકુલ દ્વારા શા. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આઠ હજારથી વધુ આયુર્વેદિક કીટનું ગ્રામ્ય વિસ્તારમાં ફ્રી વિતરણ કરવામાં આવેલ છે.

ગીર વિસ્તારમા વાવાઝોડામાં જે લોકોની પાયમાલી થયેલ છે તેના ઉત્થાન માટે  આ સંસ્થા પતરાં, સીમેન્ટ વગેરેની  સેવા કરી છે.

SGVP ગુરુકુલ દ્વારા ૩૦,૦૦૦ ત્રીસ હજારથી વધારે માસ્કનું ફ્રી વિતરણ કરવામાં આવેલ છે.

કોરોનાની બીજી લહેરમાં કોરોના દર્દીઓને ઓક્સિજનની તંગીને કારણે ખૂબજ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી તે વાતને ધ્યાનમાં રાખીને SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે  ૧૩ હજાર લીટર લિક્વીડ ઓક્સિજન ટેન્ક મૂકવામાં આવી છે.

(1:43 pm IST)