ગુજરાત
News of Tuesday, 30th June 2020

છાતીના એક્સ-રે દ્વારા કોરોના શોધી શકાશે : ઉપકરણ વિકસિત કર્યું : IIT ગાંધીનગરના સંશોધકોનો મોટો દાવો

કોઇ વ્યક્તિના કોરોના સંક્રમિત હોવાની આશંકાની ખબર પડે : અર્લી ટેસ્ટિંગ માટે ઉપયોગી

ગાંધીનગર: વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે. આ વચ્ચે IIT ગાંધીનગરના કેટલાક સંશોધકોએ એવો દાવો કર્યો છે કે છાતીના એક્સ રેથી કોરોનાને શોધવા માટે આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ આધારિત એક ઉપકરણ વિકસીત કર્યુ છે.

આ એક ઓનલાઇન ઉપકરણ છે અને કોઇ વ્યક્તિના કોરોના સંક્રમિત હોવાની આશંકાની ખબર પડે છે. સંશોધનકર્તાઓનું માનવુ છે કે તેને અર્લી ટેસ્ટિંગ માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. આ ઉપકરણનું પરીક્ષણ હવે ઇન્ડિયન ઇંસ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા કરવામાં આવી રહ્યું છે

કોમ્પ્યુટર વિજ્ઞાનમાં એમટેકનો વિદ્યાર્થી કુશપાલ સિંહ યાદવનું કહેવુ છે કે કોરોનાના લિમિટેડ ટેસ્ટિંગની સુવિધાને જોતા તેને વિકસીત કરવામાં આવ્યુ છે. કુશપાલ સિંહનું કહેવુ છે કે વિશ્વસનીય ઉપકરણ વિકસીત કરવા માટે સાચા અલ્ગોરિધમ અને આંકડાની જરૂર હોય છે. અમારૂ ઉપકરણ ઉપયોગી સાબિત થશે. આ ઉપકરણનો પ્રયોગ વ્યાપક સ્તરે કરવામાં આવી શકે છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 620 કેસો નોંધાયા હતા. જ્યારે 20 દર્દીઓનાં મોત નિપજ્યા હતા અને 422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 32643 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1848 અને ડિસ્ચાર્જનો કુલ આંક 23670 પર પહોંચ્યો છે.

(11:50 pm IST)