ગુજરાત
News of Tuesday, 30th June 2020

નાંદોદ તાલુકાના લાછરસ ગામના તલાટીને ફોન પર ધમકી આપનાર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

ફરીયાદ બાબતે ધમકી આપનારના ઘરે પહોંચેલી પોલીસને પણ ગાળો આપી ધકકા મારી ઝપાઝપી કરતાં એકજ વ્યક્તિ વિરુદ્ધ બે ફરીયાદ નોંધાઈ

( ભરત શાહ દ્વારા )  રાજપીપળા : નર્મદા જિલ્લા નાંદોદ તાલુકાના લાછરસ ગામે ફરજ બજાવતા રેવન્યુ તલાટી વિરેન્દ્ર ખિમજી વાઢેળ (રહે,સરકારી વસાહત,વડીયા પેલેસ કંપાઉન્ડ)ના મોબાઈલ તા.29 જૂન ના રોજ ફોન ઉપર મહિપતસિંહ હિંમતસિંહ ગોહીલ (રહે,જુના રામપુરા તા.નાંદોદ જિ.નર્મદા) ના ઓ એ ફોન કરી ફુલવાડી ગામ ના રસ્તા બાબતના કામની વાત કરી હતી, જેથી તલાટી એ તેમને જણાવેલ કે પોતાની બદલી હવે લાછરસ ગ્રામ પંચાયત મા થઈ હોવાથી મામલતદાર ગરુડેશ્વર નો સંપર્ક કરવાનુ જણાવતાં મહિપતસિંહ ગમેતેમ મા-બહેનની ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ગુનો કરતાં આ બાબત ની ફરિયાદ તલાટી એ રાજપીપળા પો.સ્ટેશન મા નોંધાવી હતી રાજપીપળા પોલીસે આ બાબત નો ગુનો ગુનો નોંધાયો હતો.
              આ ફરીયાદ નોંધાતા ફરીયાદ ના આધારે તપાસ અને કાયદેસર ની કાર્યવાહી કરવા તથા ધમકી આપનાર ઘરે હોવાની બાતમી ને આધારે પોલીસ ટિમના માણસો માં અ.પો.કો અમરસિંહ ખાતુડીયાભાઈ વસાવા બ.નં 0330 તથા અ.પો.કો પ્રલહાદભાઈ નવજીભાઈ બ.નં 0302 નાઓ આરોપી ના ઘરે આવતાં મહિપતસિંહ ઘરે હાજર હતા પોલીસે તેમને ફરીયાદ બાબત નો સારાંશ સમજાવી પોલીસ સાથે આવવા માટે જણાવતાં મહિપતસિંહે કહ્યું કે તુ બોવ મોટો અધિકારી થઈ ગયો છે, ચાલ અહીયાં થી રવાના થા તેમ કહી બિભત્સ ગાળો આપવાનું શરુ કર્યું હતું,અને કોન્સ્ટેબલ અમરસિંહ સાથે ઝપાઝપી કરી ધક્કો મારી ઓટલા ઉપર થી ફેંકી દિધેલ, સાથેના લોક રક્ષક પ્રલહાદભાઈ નવજીભાઈ પણ શાંતિ થી સમજાવવા જતાં "તું પાછળ હટ" તેવું ઉધ્ધતાઈ ભર્યું વર્તન કરી ઘરના અન્યો એ પણ પોલીસ ટીમને તથા ગમેતેમ ગાળો બોલી મહિપતસિંહ ને પકડવા ગયેલી પોલીસ ના કામમા રુકાવટ અને અડચણ ઉભી કરી ગુન્હો કર્યો હોવાની બીજી ફરીયાદ પણ રાજપીપળા પોલીસે ફરીયાદી બની નોંધ્યા બાદ મહિપતસિંહ ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

(11:30 pm IST)