ગુજરાત
News of Tuesday, 30th June 2020

કોરોના સામે રક્ષણ આપવા પ્રેરક અભિગમ : માત્ર માસ્ક વગરના લોકોને દંડ નહી પણ સાથે માસ્ક આપવા સુચના

સરકારી દંડ, તંત્રની લાલઆંખ સામે માસ્ક આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપે છે પોલીસ તંત્ર

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :આખા વિશ્વમાં મહામારી સામે હાંફી ગયું છે વિશ્વની મહાસત્તા અમેરિકા પણ હાફિ ગયું છે જ્યારે ભારતમાં જાગૃત અધિકારીઓ સાચા કોરોના વોરિયર્સ છે જેમાં સુરત રેન્જ આઈ.જી રાજકુમાર પાંડિયન જે કોરોના વોરિયસ છે સુરત રેન્જમાં માસ્ક વગર જે નીકડે છે તેને દંડ તો ખરી પણ તેને માસ્ક પણ ફ્રીમાં આપવામાં આવે છે અને કોરોના સામે જાગરૂકતામાં સહભાગી થવા સમજાવામાં આવે છે

  સુરત રેન્જના તમામ એસપીઓ , પોલીસ જવાનો જેમકે સુરત રેન્જના તાપી , વલસાડ , નવસારી , ડાંગ , સુરત રૂરલ જેમા પોલીસનો સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનનો માનવતાનું ઉદાહરણ આપે તેવો અભિગમ છે  ગુજરાતના અનેક જિલ્લા , અનેક શહેરો કોરોનાનો ભોગ બન્યા છે જેના માટે સરકાર પણ ચિંતિત છે અને જાગરૂકતા લાવા અનેકવાર લોકોને સમજાવે પણ છે જ્યારે સુરત રેન્જ આઈજી  અનેક લોકોને મદદરૂપ થયા છે સ્લમ વિસ્તારોમાં પોલીસે ધરે ધરે જઈ માસ્ક આપ્યા સાથે કોરોના સામે જાગરૂકતાનો સંદેશ આપ્યો છે

 વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જી.મોડએ શ્રમિકોની મદદમાં સતત કામગીરી કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું સાથે હાલમાં પણ ખડેપગે સેવા આપે છે પારડી પોલીસના પીએસઆઈ એસ.બી.ઝાલા સતત મદદે તેમજ એક ફોન પર લોકોની મદદે ગયા હતા તેનુ ઉત્તમ ઉદાહરણ છે

(9:05 pm IST)