ગુજરાત
News of Tuesday, 30th June 2020

રાજ્યમાં વીજળી પડવાથી 7 લોકોના મોત : બોટાદમાં ત્રણ, જામનગરમાં માતા -પુત્ર સહીત ત્રણ લોકો અને ગાંધીનગરમાં એક વ્યક્તિનો ભોગ લીધો

અમદાવાદ ; રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે રાજયમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જયારે વીજળી પડવાને કારણે બોટાદમાં 3 વ્યક્તિ, જામનગરમાં માતા-પુત્ર સહિત એક વ્યક્તિનું અને ગાંધીનગરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતનાં 120 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કાલાવડમાં નોંધાયો છે. કાલાવડમાં માત્ર બે કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. તેવામાં વરસાદ હજુ બરાબર જામે તે પહેલાં જ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળ્યું છે. આજે વીજળી પડવાને કારણે બોટાદમાં 3 વ્યક્તિ, જામનગરમાં માતા-પુત્ર સહિત એક વ્યક્તિનું અને ગાંધીનગરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

(7:53 pm IST)