ગુજરાત
News of Tuesday, 30th June 2020

પાટણ જિલ્લાના સમી હાઇવે પર શોપિંગ સેન્ટરની બહાર ઉભેલ ટેન્કરમાંથી ઓઇલ કાઢી બરોબર વેચવાનું કૌભાંડ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યું

પાટણ:જિલ્લાના સમી હાઇવે પર આવેલ એક  હોટલ પાછળના શોપીંગ સેન્ટર આગળ ઉભેલા ટેન્કરમાંથી ઓઇલ કાઢી બારોબાર વેચવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં ટેન્કરમાંથી ઓઇલ કરી વેચવાના કૌભાંડનો પ્રદાફાસ થયો હતો. પોલીસે કૌભાંડમાં સંડોવાયેલ ત્રણ ઇસમોને સ્થળ ઉપરથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

સમી ગુજરવાડા ચારરસ્તા નજીક આવેલ કાઠિયાવાડી, હોટલની પાછળ આવેલ શોપીંગ સેન્ટરની એક દુકાન આગળ ઉભેલા ટેન્કરમાંથી ઓઇલ ચોરી કરવામાં આવતી હોવાની બાતમી સમી પોલીસને મળતા પોલીસે બાતમી આધારીત જગ્યાએ રેડ કરી હતી. જેમાં ટેન્કરના વાલ્વને ઉપરથી તરફ દબાવીને એક ઇસમ ઉભો હતો અને વાલ્વની પાસે આવેલ કોકમાંથી ઓઇલ નાળચા દ્વારા કેરબામાં ભરવામાં આવતું હતું. જ્યારે એક ઇસમ ટેન્કરના આગળના ભાગે રેકી કરતો હતો. પોલીસે સ્થળપર ત્રણે ઇસમોને પકડીને પુછતાછ હાથધરી હતી જેમાં રમેશજી પથુજી રાજપુત રહે.શીંહી તા.ઉંઝા વાળાએ સમી ખાતે શોપીંગ સેન્ટરમાં દુકાન ભાડે રાખી હતી. અને ટ્રાન્સપોર્ટર અને ઓઇલ કંપનીના જાણ બહાર ટેન્કર ચાલક સાથે મળીને ગેરકાયદેસર ઓઇલ કાઢવામાં આવતુ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે ટેન્કર ચાલક ઇલીયાસ હુસેન રાયમાં રહે.ન્યુ સુંદરપુરી ગાંધીકામ તથા અલ્પેશજી વીરમજી ઠાકોર રહે. ઉપેરા ચતુરપુરાતા. ઉંઝા તેમજ લક્ષ્મણજી ઉદાજી ઠાકોર રહે.ઉપેરા ચતુરપુરા તા.ઉંઝા વાળાને સ્થળ પરથી પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે કેસ્ટર ઓઇલ ભરેલ ટેન્કર અને આરોપીના મોબાઇલ સહિત રૃપિયા ૩૦,૩૪,૫૧૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ચાંર ઇસમો વિરૃધ્ધ કાયદેસર કાર્યવાહી હાથધરી હતી. 

(5:39 pm IST)