ગુજરાત
News of Tuesday, 30th June 2020

ડીસાની બનાસ નદીમાં રેતી ખનન કરતા ત્રણ ડમ્પર સહીત 2ટ્રેકટર સાથે અન્ય 5 વાહનો જપ્ત: 40.44 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો

ડીસા: શહેરની બનાસ નદીમાંથી વર્ષે દહાડે કરોડો રૃપિયાની રોયલ્ટી ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે શનિવારે ડીસાની બનાસ નદીમાંથી રોયલ્ટી ચોરી કરતા ત્રણ ડમ્પર અને બે ટ્રેકટર સહિત પાંચ વાહનો સાથે રૃપિયા ૪૦.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. 

ડીસાના નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા શનિવારે સ્ટાફના માણસો સાથે ડીસા ડીવીઝન વિસ્તારમાં ખાણ ખનીજ ચોરી અટકાવવા પેટ્રોલીગમાં હતા. જે દરમ્યાન ડીસા આરટીઓ ચાર રસ્તા નજીકથી રેતી ભરીને પસાર થઇ રહેલ ત્રણ ડમ્પરો રોકાવી પુવપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. અને પાસ પરમીટ વગર રોયલ્ટી ચોરી કરતાં જણાયા હતા. આથી વાઘાભાઇ ગમનાજી ઠાકોર રહે.ડાવસ તા.ડીસા, કનજીભાઇ હરખાભાઇ રબારી રહે.ડીસા, હકાજી અનોપજી ચાવડા રહે.અસાસણ, તા.લાખણી, ધરમુભા ભગજી વાઘેલા રહે.ભડથ તા.ડીસા, ઇશ્વરભાઈ વિહાભાઇ ઠાકોર રહે.વજેગઢ, તા.થરાદ અને શાંતિલાલ ઠાકોર રહે.પટેલ વાડી, તા.ડીસા વિરૃધ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે ડીસા રાજમંદિર ચાર રસ્તા પાસેથી રેતી ભરીને જતા બે ટ્રેકટર સાથે ગૌતમભાઇ હીરાભાઇ કાપડી રહે.વેલુનગર, ડીસા અને પ્રકાશભાઇ મોહનભાઈ દેવીપુજક રહે.આસેડા, તા.ડીસા વિરૃધ્ધ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ડીસા ડીવાયએસપી ડો.કુશલ ઓઝાએ એક જ દિવસમાં ૪૦,૪૪,૫૪૨ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરતા રોયલ્ટી ચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે. 

(5:38 pm IST)