ગુજરાત
News of Tuesday, 30th June 2020

ગાંધીનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ તંત્ર દોડતું થયું:કલોલ-મહેસાણા હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ

ગાંધીનગર:જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી-ર ની ટીમે કલોલ-મહેસાણા હાઈવે ઉપર ઓળા ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. જેમાંથી 35.10 લાખની વિદેશી દારૂની 7020 બોટલ સાથે રાજસ્થાનના ડ્રાઈવરને ઝડપી પાડયો હતો. આ દારૂ કયાંથી લવાયો હતો અને કયા લઈ જવાનો હતો તે જાણવા તપાસ શરૂ કરી છે. 

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસને સખત પેટ્રોલીંગ કરી આવી હેરફેર અટકાવવા તાકીદ કરી હતી. જેના પગલે ગાંધીનગર એલસીબી-રના પીઆઈ એચ.પી.ઝાલાએ પણ ટીમને પરીણામલક્ષી કામ માટે સુચના આપી હતી.

(5:36 pm IST)