ગુજરાત
News of Tuesday, 30th June 2020

સુરતના રાંદેર ટાઉનમાં હાજી પેલેસમાં દરોડા પાડી ત્રણ રીક્ષા ડ્રાઈવર સહીત 7 જુગારીઓની 31 હજારના મુદામાલ સાથે ધરપકડ

સુરત: શહેરમાં રાંદેર ટાઉનના હાજી પેલેસમાં દરોડા પાડી પોલીસે ત્રણ રીક્ષા ડ્રાઇવર સહિત 7 જણાને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી રોકડા રૂા. 31,350 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

પોલીસે બાતમીના આધારે રાંદેર ટાઉન કબુતર ખાના વિસ્તારના હાજી પેલેસના ફલેટ નં. જી-3 માં દરોડા પાડયા હતા. જયાંથી જુગાર રમતા અબ્દુલ રસીદ શેખ (ઉ.વ. 43 રહે. કુરેશી એપાર્ટમેન્ટ, રાંદેર બસ સ્ટોપ પાસે), જાવીદ અહેમદ પટેલ (ઉ.વ. 40 રહે. રેહાન એપાર્ટમેન્ટ, માડીયાવારી સ્કુલ પાસે, રાંદેર), મોહમદ ઇસ્માઇલ ડોસ મોહમંદ શેખ (ઉ.વ. 52 રહે. દરજી ટેકરા, રાંદેર), મોહમદ સરફરાઝ ઇકબાલ મીસ્ત્રી (ઉ.વ. 40 ખાંગા રોડ, રાંદેર), મોહમંદ સોયેબ અબ્દુલ રઝાક દાલચાલ (ઉ.વ. 54 રહે. નાંણાવટ વાણીયા શેરી, જોગીન્દરનો ટેકરો), મોહમદ ઇસ્માઇલ ભાઇમીયા (ઉ.વ. 54 રહે. ફાતીમા એપાર્ટમેન્ટ, વખારઓલી સ્ટ્રીટ, રાંદેર), અનીશ અસ્લમ શેખ (ઉ.વ. 33 રહે. મુસ્લિમ કુંભારવાડ, અરબગલી, રાંદેર) ને ઝડપી પાડી તેમની પાસેથી અંગ જડતી અને જુગારની રમતના મળી રોકડા રૂા. 31,350ની મત્તા કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા 7 પૈકી અબ્દુલ, મોહમદ સરફરાઝ અને જાવીદ અહેમદ રીક્ષા ડ્રાઇવર છે. 

(5:34 pm IST)