ગુજરાત
News of Tuesday, 30th June 2020

વડોદરા:લોકડાઉનના કારણોસર સામાન્ય દિવસો કરતા ધારેલી હિંસાની ઘટનામાં 44 ટકા ફરિયાદનો વધારો

વડોદરા: કોરોનાની મહામારી વચ્ચે થયેલા લોકડાઉ  નમાં એક તરફ લોકોની આવક બંધ થઈ ગઈ અને બીજી તરફ ઘરમાં આખો દિવસ રહીને સહનશક્તિ ખૂટી ગઈ હતી. જેને લઈને ઘરેલુ હિંસા, પડોશી સાથેના ઝઘડાનું પ્રમાણ વધ્યુ અને વ્યસનની વધુ લત લાગી ગઈ છે. અભયમની ટીમના જણાવ્યા પ્રમાણે સામાન્ય દિવસોમાં ઘરેલુ હિંસાની ફરિયાદો ૩૦થી ૩૫ ટકા આવતી હતી જ્યારે લોકડાઉનના ત્રણ મહિનામાં ૪૪ ટકા ફરિયાદો આવી છે. 

અભયમની ટીમે માહિતી આપી કે ગુજરાતમાં ઘરેલુ હિંસા, પડોશી સાથેના ઝઘડા, વ્યસન, ગૃહત્યાગ, લગ્નસંબંધ વિશે લોકડાઉનના ત્રણ મહિના દરમિયાન ૨૯,૧૮૫ ફોન જ્યારે વડોદરામાં ૨૩૯૪ ફોન આવ્યા હતા. જેમાં કેટલાંક ફોન રેડ ઝોનમાંથી આવ્યા હોવા છતાં ૪૯૪ લોકોના ઘરે જઈને માર્ગદર્શન પૂરુ પાડયુ હતું. 

(5:30 pm IST)