ગુજરાત
News of Tuesday, 30th June 2020

વડોદરાના વાઘોડિયા રોડ પર દારૂની ડિલિવરી સમયે પોલીસ ત્રાટકી જતા બે આરોપી ઝડપાયા

વડોદરા:કારમાં દારૃ લાવીને એકટીવા ચાલકને આપવામાં આવતો હતો તે સમયે જ પોલીસે રેડ પાડીને બંન્ને આરોપીને ઝડપી પાડી કોરોનાના ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. 

વાઘોડિયા રોડ ડીમાર્ટ પાસે દારૃની ડિલીવરી થવાની છે  તેવી બાતમીના આધારે પાણીગેટ પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાન એક ઇકો કાર આવી હતી તેમાંથી વિદેશી દારૃનો જથ્થો ઉતારીને એકટીવા ચાલકને કારચાલકે આપ્યો હતો. તે સમયે જ પોલીસે ત્રાટકીને (૧) જયેશ સેજુમલ રજ્જાઇ (પંજાબી) (રહે. ખોડિયારનગર પાસે શિવમ નગર) અને (૨) કમલેશ હસમુખભાઇ રાણા (રહે. સાંઇવિહાર સોસાયટી પૂનમ કોમ્પલેક્ષ પાસે વાઘોડિયા રોડ)ને ઝડપી લીધા  હતા. પોલીસે દારૃની ૨૪ બોટલ, કાર અને એકટીવા મળીને કુલ રૃપિયા ૧.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  જ્યારે બૂટલેગર સંજુ દિલ્લીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.  સંજુ દિલ્લીએ જ દારૃ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 

(5:28 pm IST)