ગુજરાત
News of Tuesday, 30th June 2020

વડોદરા:વિશ્વામિત્રી રોડ પરથી પસાર થતી કન્યાને બાઈક સવાર યુવકોએ પરેશાન કરતા યુવતીએ અભયમની મદદ લીધી

વડોદરા: શહેરમાં વિશ્વામિત્રી રોડ પર પગપાળા પસાર થતી સગીર કન્યાની પાછળ પડેલા બાઇક સવાર યુવકને પાઠ ભણાવવા માટે કન્યાએ અભયમની મદદ લીધી હતી.

વિશ્વામિત્રી રોડ પર બનેલા બનાવની માહિતી એવી છે કે,૧૪ વર્ષની કન્યા ચાલતી  જઇ રહી હતી ત્યારે એક બાઇક પર આવેલો યુવક તેને પજવવા માંડયો હતો.સિટી મારતો યુવક કન્યાની નજીક આવી જતો હતો અને તેને બાઇક પર બેસવા કહેતો હતો.

રોમીયોગિરી કરતા યુવકની હરકતથી ડઘાઇ ગયેલી કન્યા ઉતાવળે ઘેર પહોંચી હતી અને લકવાગ્રસ્ત પિતાને જાણ કરી હતી.આ વખતે યુવક પણ પાછળ આવી પહોંચ્યો હતો.

(5:28 pm IST)