ગુજરાત
News of Tuesday, 30th June 2020

વડોદરા:એકતરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીને કદરૂપી બનાવવાની ધમકી આપતા ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી

વડોદરા:નેશનલ લેવલની રાઈફલ શૂટીંગ કોમ્પિટીશનમાં ભાગ લેનાર યુવતીને કદરૃપી બનાવી દેવાની ધમકી આપનાર યુવકની વાડી પોલીસે ધરપકડ કરી છે.

પ્રતાપનગર વિસ્તારમાં રહેતી અને રાઈફલ શૂટીંગની કોમ્પિટીશનમાં ભાગ લેતી યુવતીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે રાહુલ વણાજારા દ્વારા અવારનવાર ધાકધમકીઓ આપવામાં આવતી હતી. એક તરફી પ્રેમમાં પાગલ બનેલા રાહુલની ધમકીને વશ નહી થનાર યુવતીને કદરૃપી બનાવી દેવાની પણ ધમકી આપી હતી. જે અંગે યુવતીએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વાડી પોલીસે ઉપરોકત ગુનામાં આરોપી  રાહુલ વણજારાની ધરપકડ કરી જામીન લાયક ગુનો હોઈ જામીન પર મુક્ત કર્યો હતો. અને ફરીથી તેની સામે અટકાયતી પગલાં ભર્યા હતા.

(5:27 pm IST)