ગુજરાત
News of Tuesday, 30th June 2020

લોકડાઉનમાં શાળા-કોલેજાની ફી મામલે રાજ્યભરમાં વાલીઓ અકળાયાઃ અમદાવાદનું ગુજરાત વાલી એકતા મંડળ લડી લેવાના મૂડમાં

અમદાવાદ: લોકડાઉનમાં વધારાયેલી સ્કૂલ ફી મામલે હવે રાજ્યભરના વાલીઓ અકળાયા છે. ગુજરાત વાલી એક્તા મંડળ સ્કૂલ ફી ઉઘરાવતી સ્કૂલ સામે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં સાયકલના માધ્યમથી શાળાઓમાં આવેદનપત્ર આપવામાં આવશે. આ તમામ વાલીઓ એક સત્રની ફી માફીની માગ કરી રહ્યું છે. નિકોલ પાસે આવેલી સ્કૂલમાં ગુજરાત વાલી એકતા મંડળના કાર્યકર્તાઓ એકઠા થયા છે. જેને પગલે સ્કૂલ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. વિરોધ કરી રહેલા વાલીઓની અટકાયત કરવામાં આવી છે. નિકોલ પોલીસે વાલી મંડળના અધ્યક્ષ જયેશ પટેલ, Nsui ના નેતા નિખિલ સવાણી સહિત 25 થી વધુ વાલીઓની અટકાયત કરાઈ છે.

ગુજરાત વાલી એક્તા મંડળના આગેવાન જયેશ પટેલે, જણાવ્યું કે, હાલ શાળાઓ બંધ છે. સંચાલકોને ખર્ચ નથી થઈ રહ્યો, ત્યારે તેનો લાભ શાળા સંચાલકોએ વાલીઓને આપવો જોઈએ. શાળાઓ વાલીઓને હિતમાં વિચારે નિર્ણય લે તે જરૂરી છે. જો સંચાલકો ફી ઉઘરાવશે તો વાલીઓને રોષનો સામનો કરવો પડશે. સરકારે ફી માટે શાળાઓને દબાણ ના કરવા કહ્યું છે. પરંતુ નક્કર નિર્ણય જાહેર કર્યો નથી. જેના કારણે કોરોના સંકટ સાથે સાથે વાલીઓએ શાળા સંચાલકો તરફથી પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

(5:08 pm IST)