ગુજરાત
News of Tuesday, 30th June 2020

વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગશે : સૂરતનાં હજીરામાં બનાવાયેલ ''ક્રાયોસ્ટેટ'' ફ્રાન્સ મોકલાશે

સુરતઃ વિશ્વનું સૌથી મોટું પરમાણુ ફ્યુઝન પ્રોજેકટ ફ્રાન્સમાં બની રહ્યું છે. તેને બનાવવામાં અંદાજે ડોઢ લાખ રૂપિયા લાગી રહ્યાં છે. આ પ્રોજેકટમાં ભારતની મોટી ભૂમિકા છે. પરમાણુ સંયંત્રનું હ્રદય કહેવાતું એવું યંત્ર ભારતે બનાવ્યું છે. આ યંત્રને ક્રાયોસ્ટેટ કહેવાય છે અથવા તો તેને પરમાણુ સંયંત્રનું ફ્રીજ પણ કહી શકાય છે. કેમ કે આ એટોમિક ઉર્જાથી નીકળનારી ગરમી, કૂલેંટ વગેરેને ઠંડુ રાખે છે. તસ્વીરમાં દેખાઇ રહ્યું છે કે સ્ટીલનો ઢાંચો ફ્રીજનું કવર છે.

મહત્વનું છે કે આજે સમગ્ર વિશ્વમાં ભારતનો અને એમાંય વિશેષે કરીને ગુજરાતનો ડંકો વાગવા જઇ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી ન્યુકિલઅર ફ્યુઝન રિએકટર માટે સુરતની હજીરામાં આવેલી L&T હેવી એન્જિનિયરિંગ દ્વારા મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત બનાવવામાં આવેલ ક્રાયોસ્ટેટ ટોપ લીડનો અંતિમ ભાગ ભારતથી ફ્રાન્સ ખાતે રવાના કરાશે.

ભારતીય કંપની L&T દ્વારા વિશ્વનાં સૌથી મોટા ન્યૂકિલયરર ફ્યુઝન રિએકટરનાં સૌથી મોટા સેકશન ૧રપ૦ એમટીનાં ક્રાયોસ્ટેટ બેઝનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જે Make in India પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવ્યું છે. આજે તેનો અંતિમ પાર્ટ ટોપ લિડ સેકટર્સ હજીરાથી ફ્રાન્સ ખાતે રવાના થશે.

દોઢ લાખ કરોડ રૂપિયાનાં ખર્ચે ફ્રાન્સમાં બની રહેલા વિશ્વનાં સૌથી મોટા પરમાણુ ફ્યૂઝન પ્રોજેકટમાં ભારતનું સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન છે. જેમાં ગુજરાતનું વિશેષ યોગદાન છે. L&T કંપનીએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે, L&T ની એન્જિનિયરિંગ ટીમે લોકડાઉન દરમિયાન ૧રપ૦ ટનનાં ક્રાયોસ્ટેટને તૈયાર કરવા માટે મશીનની આપૂર્તિ કરી હતી, જેને લીધે તેની બનાવટમાં કોઈ મોડું ન થાય.

ક્રાયોસ્ટેટ રિએકટરનું વેકયુમ વેસલનાં ચારે બાજુથી અભેદ્ય કન્ટેનર બનાવે છે અને એક મોટા રેફ્રિજરેટર તરીકે તે કામ કરે છે. ભારત એ ૭ દેશોમાં સામેલ છે કે જે ફ્રાન્સનાં કૈડારાચમાં ૨૦ અરબ અમેરિકન ડોલરનાં આંતરરાષ્ટ્રીય થર્મોન્યૂકિલયર પ્રાયોગિક રિએકટર (ITER) નો ભાગ છે. તે વિશ્વની સૌથી મોટી શોધમાંની એક છે.

ફ્રાંસમાં કામ શરૂ થશે ત્યારે તાપમાન ૧૫ કરોડ ડિગ્રી સેલ્સિયસ થઇ જશે, જે સૂર્યનાં કેન્દ્રથી ૧૦ ગણું વધારે

ઇન્ટરનેશનલ થર્મોન્યૂકિલયર એકસપેરિમેન્ટલ રિએકટર (ITER) નું સભ્ય દેશ હોવાંને કારણે ભારતે આ ક્રાયોસ્ટેટને બનાવવાની જવાબદારી લીધી છે. પહેલા આ પ્રોજેકટ ચીનને મળવાનો હતો પરંતુ તેને ભારતે લઇ લીધો. ફ્રાંસમાં બની રહેલ વિશ્વનું સૌથી પરમાણુ સંયંત્રમાં જયારે કામ શરૂ થશે ત્યારે ત્યાં તાપમાન ૧૫ કરોડ ડિગ્રી સેલ્સિયસ થઇ જશે. જે સૂર્યનાં કેન્દ્રથી ૧૦ ગણું વધારે હશે. આ ગરમીને શાંત કરવા માટે ક્રાયોસ્ટેટ લગાવવામાં આવશે.

ભારત, અમેરિકા સહિત ૭ દેશો મળીને એટોમિક પ્લાન્ટ બનાવી રહ્યું છે

ક્રાયોસ્ટેટ એટલે કે પરમાણુ સંયંત્રનાં ફ્રીજનું કુલ વજન ૩૮૫૦ ટન છે. તેનું ૫૦મો અને અંતિમ ભાગનું વજન અંદાજે ૬૫૦ ટન છે. આ ભાગ ૨૯.૪ મીટર પહોળો અને ૨૯ મીટર ઊંચો છે. ભારત, અમેરિકા, જાપાન, રશિયા સહિત ૭ દેશમાં મળીને આ નવો એટોમિક પ્લાન્ટ બનાવી રહ્યું છે. જેને નાનો સૂરજ કહેવામાં આવી રહેલ છે. ક્રાયોસ્ટેટનો નીચો ભાગ છેલ્લે ૭ જુલાઇનાં રોજ મોકલવામાં આવ્યો હતો. જયારે આ વર્ષે માર્ચમાં તેની ઉપરનાં સિલેન્ડરને મોકલાયું હતું જયારે હવે તેનું ઢાંકણું મોકલવામાં આવી રહ્યું છે.

(4:14 pm IST)