ગુજરાત
News of Tuesday, 30th June 2020

અમદાવાદમાં કાળાડિબાંગ વાદળોની જમાવટ બાદ અનેક વિસ્તારોમાં વરસાદ

લાંબા સમય બાદ પડેલા વરસાદથી અમદાવદીઓમાં ખુશીનો માહોલ : ઉકળાટ અને બફારાથી લોકોને રાહત

અમદાવાદ : વહેલી સવારથી સમગ્ર અમદાવાદ પર જાણે કાળા વાદળોનું સામ્રાજ્ય છવાઇ ગયુ છે. અંધારપટ્ટ વચ્ચે શહેરનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. શહેરનાં શિવરંજની વિસ્તારમાં પડેલા વરસાદથી લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. લાંબા સમય બાદ પડેલા વરસાદથી અમદાવદીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે આ વરસાદથી લોકોને બફારામાંથી રાહત મળી છે.

  વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ છવાયેલો હતો. અમદાવાદ શહેરનાં હવામાનમાં અચનાક પલ્ટો આવતા ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો હતો. વાદળ છાયા વાતાવારણમાં પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. શહેરનાં એસજી હાઈવે પર વરસાદ વરસ્યો છે. જો કે સવારનાં ઓફીસ જવાનાં સમયે વરસાદ પડતા લોકોને હાલાકી પડી હતી. છેલ્લા ઘણા દિવસોથી શહેરીજનો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા હતા. જેમા આ વરસાદ બાદ મહદ અંશે રાહત મળી હતી.

(12:49 pm IST)