ગુજરાત
News of Tuesday, 30th June 2020

કોરોના અને સંગીત(૬)

સા રે રે સા , રે ગ ગ રે, ગમ ગમ... : રિયાઝથી શ્વાસક્રિયાને મજબુત બનાવોઃ ઉંડા શ્વાસ લઇ સ્વરોની સાધના કરો, ફેફસાને મજબૂત બનાવો

પ્રિય વાંચક મિત્રો,

મજામાં હશો આનંદમાં હશો કોરાનાને હંફાવવા કટિબદ્ધ હશો. મન અને શરીર તંદુરસ્ત રાખવા સજાગ અને તૈયાર હશો કારણ કે આપણા સૌના પ્રતિસાદ પરથી મારૃં અનુમાન છે કે સંગીતે તમને ઘણી ઘણી શકિત અને મનોબળ પ્રદાન કર્યુ છે.

વર્ષા ઋતુમાં મેઘરાજાએ મહેર કરી છે ચારે તરફ લીલોતરી છવાઇ છે. ખેડુતો આનંદથી ઝૂમી રહ્યા છે પણ મિત્રો આ સમયે આપણે આનંદ સાથે કોરોનાની ઝપેટમાં ન આવી જઇએ તેની ખાસ કાળજી રાખવાની છે.

મિત્રો, આપ સૌ પાસેથી ઘણા પ્રશ્નો આવ્યા છે જે કોરોના અને સંગીતની સાથે સંકળાયેલા છે.

પ્રશ્નઃ-શાકભાજી લાવી એ તો ડેટોલથી ધોવાય કે નહીં?

જવાબઃ- મિત્રો, શાકભાજીને ડેટોલથી ન ધોવાય કારણ કે ડેટોલમાં વધારે રસાયણ હોય છે જે શરીરને અને ગળાની સુક્ષ્મ નળીઓને નુકસાન પહોંચાડી શકે છે શાકભાજીને લાવીને પાણીમાં મીઠું નાખીને ૧૦ થી ૧પ મિનિટ બોળી રાખો પછી કોરૂ પાડી વાપરી શકો છો.

પ્રશ્નઃ- મોનિકાબેન અમે હાઇડ્રોકસી કલોરોકવીન એડવાન્સમાં ખાઇ લઇએ તો કોરાનાથી બચી જઇશું ? ગળા કે કંઠને નુકસાન નહીં થાય ?

જવાબઃ- કોરોનાને હંફાવવા માટેની શોધખોળ ચાલુ છે. હાઇડ્રોકસી કલોરોકવીન મેલેરિયાની દવા છે પણ તેની સફળતાની માત્ર ૪૦ ટકા લોકોમાં જોવા મળી છે. વળી જેને હૃદયની બિમારી હોય તેના માટે તે નુકસાનકારક છે. અને લો તો ડોકટરની સલાહ લેવી આવશ્યક છે. વળી કંઠ માટે આ બધી દવાઓ કરતાં રીયાઝ મહત્વનો છે. તે મગજમાં બરાબર લખી રાખજો હૃદયમાં બરાબર કોતરી લેજો.

પ્રશ્નઃ- તમે ઇમ્યુનસીસ્ટમ મજબૂત બનાવવાની વાત કરી હતી, તે કેમ કરીને કરવી ? શું ખાવું અને શું કરવું?

જવાબઃ- મિત્રો સૌ પ્રથમ તો ઇમ્યુન સીસ્ટમ શું છે તે જાણીએ રોગ પ્રતિકારક શારીરિક શકિત એટલે ઇમ્યુન સીસ્ટમ આપણા શરીરમાં અવયવો, સેલ્સ અને પ્રોટીનનું એક નેટવર્ક હોય છે. જે આપણા શરીરને નેચરલ (કુદરતી) સપોર્ટ કરે છે તે કીટાણું બેકટેરિયા વાયરસ વગેરેથી બચાવે છે. કોઇ પણ રોગ થાય તો તે પહેલા લડે છે અને તે હારી જાય તો આપણે બહારથી દવાની જરૂર પડે છે. આપણા જ ઘરમાં પાંચ વ્યકિત હોય અને તેમાંથી બે વ્યકિતને શરદી થાય અને ૩ ને નથી થતી તે ઇમ્યુન સીસ્ટમ પર આધારિત છે.

પ્રશ્નઃ- અમને કઇ રીતે ખબર પડે કે અમારી ઇમ્યુન સીસ્ટમ સારી છે કે ખરાબ ?

જવાબઃ- મિત્રો થોડાક શારીરિક લક્ષણો પરથી તમે જાણી શકો તમારી જાતને તપાસી શકો છે.

(૧) એવરેજ શરદી થાય તો ર થી ૭ દિવસ રહે છે. પણ જો તમને ૧૦ કે ૧પ દિવસ કે તેથી વધુ રહે તો સમજવું કે ઇમ્યુનીટી પાવર ઓછો છે  નિરિક્ષણ કરો બહારનું વાતાવરણ અસર કરે છે કે કોઇ ખોરાક શ્વાસ ભરીને રીયાઝ કરો છો કે નહી અને પછી પણ લાગે તો ઇમ્યુન સીસ્ટમ કમજોર છે

(ર) ઘા પડયો હોય અને રૂઝાય નહીં તો (૩) થોડું કામ કરો અને થાક લાગે (૪) સુઇ જવાનું મન થાય.

પ્રશ્નઃ- ઇમ્યુન સીસ્ટમ વધારવા શું કરવું ? 

જવાબઃ- થોડો મારો અનુભવ અને ઉચ્ચકોટીના  ડોકટરો સાથે ચર્ચા પરથી નીચેના મુદા ઇમ્યુન સીસ્ટમ વધારવા માટે ખુબ આવશ્યક છે.

(૧) ૩ થી ૮ કલાકની ઉંઘ લો  (ર) ર૦ મીનીટ હળવી કસરત કરો. ૩૦ મિનિટ ચાલો. (૩) તંદુરસ્તી માટે યોગ્ય આહાર...ફુટ અને શાકભાજી લો સમતુલિત આહારમાં યોગ્ય પ્રમાણમાં વિટામીન-સી, વિટામીન-ઇ-ઝીન્ક, બીટા કેરોટીન (વિટામીન-એ) ઓમગેા-૩, કેટી એસીડ... વિગેરે વિગેરેમીત્રો, તમારો આહાર એવો હોવો જોઇએ કે આ બધા વિટામિન્સ, મીનરલ્સ આવી જાય. (૪) જે અતિ મહત્વનાં છે, રીયાઝ, શ્વાસ ક્રિયાને મજબુત બનાવો આપો આપ પ્રાણાયમ થાય તેવા સંગીતને સહજતાથી અપનાવી રોજ શ્વાસ ભરીને ગાવો, ઉંડા શ્વાસ લઇને સ્વરોની સાધના કરો.

રાગોની આરાધના કરો ફેફસા મજબુત બનાવો.

આ નેચરલ પ્રાણાયમની પ્રક્રિયા તમારી ઇમ્યુન સીસ્ટમને વધુ મજબૂત બનાવશે.

મિત્રો આજે બીજા નવા બે પલ્ટા જાણીશું. તમે પલ્ટાનો રીયાઝ કરો છો તેનો મને ખુબ આનંદ છે.

આજે બે નવા પલ્ટા જાણીશું અને રીયાઝ કરીશું

(૧) સા રે રે સા ,રે ગ ગરે, ગમ મગ મપપમ, પદધપ ધનીનીધ નીસાંસાંની સાંરે રે સાં નીસાંસાંની ધનીનીધ પધધપ, મપપમ, ગમમગ રે ગ ગરે સાં રે રે સા.. (ર) સારે સારે રેગ રેગ ગમ ગમ મપમપ, પધપધ ઘની  નીસાં ની સાં  સાંની સાંજા નીધનીધ, ધપ ધપ, પમ, મગમગ, ગરે ગરે રે સાં રે સા.

આપના પ્રશ્નો આવકાર્ય છે.

મિત્રો શાસ્ત્રીય સંગીત એક વિજ્ઞાન છે કોરોનાને સંગીત દ્વારા દુર કરવાની વધુ ટીપ્સ આવતા અંકમાં જરૂર વાંચજો અને અનુસરજો.

આપના પ્રશ્નો આવકાર્ય છે.

અકિલા પર મોકલી શકો છો કે મારા ઇમેલ પર મોકલી શકો છો જરૂર જવાબ આપીશ. drmonicashah@ gmail .com  ઘરે રહો-તંદુરસ્ત રહો. અને આનંદિત રહો.

ડો. મોનિકા હિતેન શાહ

(પદ્મ વિભૂષણ ગિરીજાદેવીના શિષ્ય)

શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય સંગીતના ગાયિકા પીએચ.ડી. મ્યુઝીક આરાધના સંગીત એકેડમી

(12:01 pm IST)