ગુજરાત
News of Tuesday, 30th June 2020

અમદાવાદના નારોલમાં મહિલાઓના સામાન્ય ઝઘડામાં પતિને લાકડીના ફટકા પડ્યા: ગંભીર

 

અમદાવાદના નારોલ વિસ્તારમા બે પાડોશી મહિલાઓ વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશને આવી પહોંચ્યો હતો.

નરોલ વિસ્તારમાં રહેતા એક વ્યકિતિએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે કે, તેની પત્ની પાડોશમાં રહેતી મહિલા સાથે સામાન્ય બાબતે ઝઘડા થયો હતો. જોત જોતામાં સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યો હતો અને બન્ને વચ્ચે પડી એક ઝઘડો શાંત કરાવ્યો હતો. જો કે, થોડીક વારમાં ફરિયાદી જયારે તેમના ઘરની બહાર ઉભા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો હાથમાં લાકડીના દંડા લઈને ફરિયાદીને માર મારવા લાગ્યા હતા. જેથી તેઓને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

  બનાવને લઈ તેઓએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક આવી પહોંચી હતી, અને હુમલા કરનારા લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(12:34 am IST)