ગુજરાત
News of Tuesday, 30th June 2020

પંચાયતોને ગ્રાન્ટ ફાળવણીમાં ધરખમ ફેરફાર : મળવાપાત્ર થતી ગ્રાન્ટ બે હિસ્સામાં અપાશે

70% ટકા પંચાયતને 20% તાલુકા પંચાયતને અને 10% જિલ્લા પંચાયતને ફાળવાશે

 

ગાંધીનગર:સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને 15 મા નાણાપંચની ગ્રાન્ટ ફાળવણીમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યુંછે નોંધનીય છે કે મળવાપાત્ર થતી ગ્રાન્ટ બે હિસ્સામાં આપવામાં આવશે જે પૈકી 70% ટકા પંચાયતને 20% તાલુકા પંચાયતને અને 10% જિલ્લા પંચાયતને ફાળવવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને 15 મા નાણાપંચની ગ્રાન્ટ ફાળવણીની નીતિમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે.રાજ્યના પંચાયત વિભાગ દ્વારા અંગેની ફાળવણી વિશેની સૂચનાઓ પણ નાણા પંચના અહેવાલ મુજબ આપી દેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

મળતી વિગતો મુજબ અગાઉ 100 ટકા ગ્રાન્ટ ગ્રામ પંચાયતની મળતી હતી તેના બદલે હવે 70 ટકા ગ્રાન્ટ ગ્રામ પંચાયતની મળશે ઉપરાંત 20% તાલુકા પંચાયત અને 10 ટકાની ગ્રાન્ટ જિલ્લા પંચાયતને ફાળવવામાં આવશે. જોકે ગ્રામપંચાયતને જે રકમની ફાળવણી કરવામાં આવશે તેમાં 90 ટકા રકમ પંચાયતની વસ્તીના આધારે અને 10 ટકા પંચાયતના વિસ્તારને ધ્યાને રાખીને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.એટલું નહીં જે ગ્રાન્ટ મળશે તેમાં પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. જેમાં 50 ટકા રકમ બેઝિક ગ્રાન્ટ તરીકે ગણાશે અને 50% રકમ ટાઈટ ગ્રાન્ટ તરીકે ફાળવશેની થશે.

તો બીજી તરફ રાજ્ય સરકારે જે આકરી શરતો લગાવી છે.તેમાં સ્પષ્ટતા કરી છે કે જે તે પંચાયત દ્વારા આયોજન થયેલ કામ માં સુધારા ફેરફાર કરવાની જરૂર જણાય તો ગ્રામસભામાં મૂકીને મંજૂરી મેળવવાની રહેશે ત્યારબાદ સક્ષમ અધિકારીની પણ મંજૂરી મેળવવાની રહેશે.તો બીજી તરફ જે ગ્રાન્ટના હિસાબોની એન્ટ્રી પણ વિશેષ પ્રકારના સોફ્ટવેર માં કરવાની રહેશે એટલું નહીં પંચાયતનું ઓડિટ સ્થાનિક ભંડોળ હિસાબ ની કચેરી અને કંટ્રોલ ઓડિટ ઓફ જનરલ (સીએજી) દ્વારા થાય તે પણ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

જો કે નાણાકીય વર્ષના મધ્યમાં ગ્રાન્ટ ફાળવણી હુકમો થતા અને ડિસેમ્બર મહિનામાં આવી રહેલી પંચાયતોની ચૂંટણીઓ ના કારણે રાજ્ય સરકાર ગ્રામીણ વિકાસ ને કેટલું વેગવંતુ બનાવે છે તે જોવું રહ્યું.ઉપરાંત વિભાગ દ્વારા હજુ પણ સરપંચોને સમજણ આપવામાં આવી નથી.ત્યારે વર્ષે કેટલી ગ્રાન્ટનો વપરાશ થશે તે યક્ષ પ્રશ્ન છે.કારણ કે આવા પ્રકારના નિયમોથી ગ્રામ્ય કક્ષાના વિકાસ કામો ખોરંભે પડશે તેમ પંચાયતી રાજ ના વિશ્લેષકો માની રહ્યા છે.

(12:27 am IST)