ગુજરાત
News of Tuesday, 30th June 2020

કડોદરામાં બેફામ બનેલા બુટલેગરના વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે આવેદન આપ્યું

 

બારડોલી: છેલ્લા કેટલાક સમયથી કડોદરા પોલીસ મથક વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે હરીપુરા વરેલી,તાતીથૈયા, અને કડોદરા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ ના અડ્ડાઓ ધમધમે છે અને બુટલેગરો બેફામ બન્યા છે 10 દિવસ પહેલા માથાભારે બૂટલેગરે વાંકાનેડાં ગામના ઉપસરપંચ પર બંદૂક તાકી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી ઘટનાના બે દિવસ બાદ અન્ય માથાભારે બૂટલેગરે તાતીથૈયા ખાતે એક પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો આમ બેફામ બનેલા બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસે પોલીસને આવેદન આપ્યુ હતું

 

(10:57 pm IST)