ગુજરાત
News of Tuesday, 30th June 2020

દારૂની મહેફિલ માણતા છ નબીરાઓની ધરપકડ

એક બોટલ, નમકીનના પડીકા મળ્યા

અમદાવાદ,તા.૨૯ : શહેરના મેમનગરમાં ગુરુકુળ રોડ પર પુષ્ટિ હાઈટ્સ નામના કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં દારૂની મહેફિલ માણી રહેલ છ યુવકોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. શહેરના મેમનગરમાં ગુરૂકુળ રોડ પર પુષ્ટિ હાઈટસ નામના કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી. વસ્ત્રાપુર પોલીસે ઓફિસમાં દરોડો પાડી હર્ષિલ પટેલ રહે. ઘાટલોડિયા, કૌશલ વ્યાસ  રહે. રન્ના પાર્ક, હર્ષ શર્મા રહે. રન્નાપાર્ક, વિકાસ નાયક રહે. જુના વાડજ, શકીલ કુરૈશી રહે. મુંબઈ અને કલ્પેશ ઠક્કર રહે. નારણપુરાની ધરપકડ કરી હતી. પોલીસને એક દારૂની બોટલ અને નમકીનના પડીકા મળી આવ્યા હતા. એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. લોકો કોરોનાના કારણે ભયમાં જીવી રહ્યા છે. ત્યારે છ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જ્યારે પોલીસ પણ અત્યાર સક્રિય દેખાઈ રહી છે. પોલીસ પણ આવા નબીરાઓ પણ વોચ રાખી રહી છે.

(10:01 pm IST)