ગુજરાત
News of Tuesday, 30th June 2020

રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 626 પોઝીટીવ કેસ :કુલ કેસનો આંકડો 32 હજારને પાર પહોંચ્યો :વધુ 19 લોકોના મોત : મૃત્યુઆંક 1828 થયો

અમદાવાદમાં સૌથી વધુ નવા 236કેસ, સુરતમાં 207 કેસ, વડોદરામાં નવા 50, રાજકોટ અને આણંદમાં 11-11 કેસ, મહેસાણા અને અમરેલીમાં વધુ 10-10 કેસ નોંધાયા : વધુ 440 દર્દીઓ સાજા થતા કુલ 23248 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 626 નવા કેસ નોંધાયા છે અને વધુ 19 લોકોના મોત સાથે મૃત્યુઆંક 1828 થયો છે

છેલ્લા 24 કલાકમાં વધુ 626 કેસ પોઝિટિવ નોંધાયા છે આ સાથે કુલ કેસની સંખ્યા 32,023 થઇ છે  જયારે વધુ 19 લોકોના મોત સાથે મૃત્યુઆંક 1828 થયો છે તો છેલ્લા એક પખવાડીયાથી કોરોના કેસ 500થી વધુ નોંધાયા છે. જયારે આજે સતત ત્રીજા  દિવસે કોરોના કેસનો આંકડો 600થી વધુ આવ્યો છે ગઈકાલે કોરોનાના વધુ 624 કેસ નોંધાયા હતા

  આ અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.

  આરોગ્ય વિભાગે જાહેર કરેલ માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 626 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 32023 પર પહોંચ્યો છે.

   અમદાવાદમાં સૌથી વધુ 236 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 222 અને અમદાવાદ જિલ્લામાં 14 કેસ  નોંધાયા છે. સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 207 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 440 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 22248 દર્દીઓ કોરોનાને મહાત આપી છે

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૨૯ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૬૨૬ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

અમદાવાદ કોર્પોરેશન................................... ૨૨૨

સુરત કોર્પોરેશન............................................ ૧૮૫

વડોદરા કોર્પોરેશન.......................................... ૪૭

સુરત.............................................................. ૨૧

પાટણ............................................................. ૨૦

અમદાવાદ...................................................... ૧૪

રાજકોટ........................................................... ૧૧

આણંદ............................................................ ૧૧

મહેસાણા......................................................... ૧૦

અમરેલી.......................................................... ૧૦

સુરેન્દ્રનગર........................................................ ૯

રૂચ................................................................. ૮

અન્ય રાજ્ય....................................................... ૮

ખેડા.................................................................. ૭

જામનગર કોર્પોરેશન.......................................... ૬

અરવલ્લી.......................................................... ૬

ભાવનગર કોર્પોરેશન.......................................... ૪

વડોદરા............................................................. ૩

પંચમહાલ.......................................................... ૩

ગીર-સોમનાથ.................................................... ૩

રાજકોટ કોર્પોરેશન............................................. ૨

ગાંધીનગર......................................................... ૨

કચ્છ.................................................................. ૨

જુનાગઢ............................................................. ૨

નવસારી............................................................ ૨

દેવભૂમિ દ્ધારકા.................................................. ૨

જુનાગઢ કોર્પોરેશન............................................ ૧

ભાવનગર.......................................................... ૧

બનાસકાંઠા......................................................... ૧

સાબરકાંઠા......................................................... ૧

બોટાદ............................................................... ૧

વલસાડ............................................................. ૧

કુલ.............................................................. ૬૨૬

(10:10 pm IST)