ગુજરાત
News of Saturday, 30th June 2018

સુરતમાં વેપારીને તેના લગ્નેત્તર સંબંધો જાહેર કરવાની ધમકી આપીને ૨ કરોડની માંગણી કરનાર દંપત્તિ સામે પોલીસ ફરિયાદ

સુરતઃ સુરતમાં વેપારીને બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરનાર દંપત્તિઅે ૨ કરોડની માંગણી કરતા તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

બ્લેકમેલ કરનારું આ કપલ અડાજણમાં રહે છે, જેણે શહેરના વેપારીને બદનામ કરવાની ધમકી આપી રુપિયા માગ્યા હતા.

પોલીસે આ અંગે સિમરન ચોટરાણી અને તેના પતિ રાકેશ સામે મહેશ વાઘાણી નામના એક બિઝનેસમેનને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ મહેશ વાઘાણીની મિત્ર મેનકા વાઘાણી દ્વારા કરવામાં આવી છે.

પોતાની ફરિયાદમાં મેનકાએ જણાવ્યું છે કે, સિમરને મહેશ સાથે દોસ્તી કરી હતી, અને પછી તે તેની સાથે ચેટિંગ પણ કરતી હતી. થોડા સમય પછી તેણે મહેશને ધમકી આપવાનું શરુ કર્યું હતું, અને તેને એવી ચિમકી આપી હતી કે જો તે તેને 2 કરોડ રુપિયા નહીં આપે તો મેનકા સાથેના તેના સંબંધોની જાણ તેની પત્નીને કરી દેશે.

સિમરને જેની સાથે મહેશના પ્રેમસંબંધ હોવાની વાત તેની પત્નીને કહી દેવાની વાત કરી હતી તે મેનકાએ જ આ અંગે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી.

(7:20 pm IST)