ગુજરાત
News of Saturday, 30th June 2018

વડોદરા: મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાની બાબતે ફસાવી નાણાં ખંખેરી લેનાર વિરુદ્ધ ફરિયાદ

વડોદરા: ઉપરના અધિકારીઓ સાથે સારા સબંધો હોવાની વાતોમાં ફસાવી મુખ્યમંત્રી આવાસ યોજનામાં સસ્તામાં ફ્લેટ અપાવવાને બહાને અનેક લાભાર્થીઓ પાસે નાણાં ખંખેરી લેવાતા ગોત્રી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોરવાના લક્ષ્મીપુરા રોડ પર લક્ષ્મીનગરમાં રહેતા મનોહરસિંહ પઢિયારે પોલીસને જણાવ્યું છે કે,મારી પત્ની લુપીન કંપનીમાં ફરજ બજાવતી હોઇ તેના સુપરવાઇઝર અરવિંદ પાલ મારફતે વાડી વિસ્તારમાં રહેતા નિલકેશ કૃષ્ણકાન્ત દેસાઇનો પરિચય થયો હતો. નિલકેશ મુખ્યમંત્રી આવાસ યોજનામા સસ્તા દરે મકાનો અપાવતો હોઇ તેની સાથે પરિચય થયો હતો અને ત્યારબાદ નિલકેશની બેન્કર્સ હાર્ટ હોસ્પિટલ જુનાપાદરા રોડ પાછળના સંપત્તિ કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાં મુલાકાત થઇ હતી.તેના માણસે વાસણા રોડ પર મકાનો પણ બતાવ્યા હતા. નિલકેશના કહેવા મુજબ તા.૩૧-૫-૧૮ના રોજ નવી કોર્ટમાં સોગંદનામું કરી રૃા.૬૦ હજાર આપ્યા હતા.વારંવાર ઉઘરાણી કરતાં તેણે એસબીઆઇના સ્ટેમ્પવાળી રૃા.૩૦ હજારની પાવતી આપી હતી.

(5:28 pm IST)