ગુજરાત
News of Saturday, 30th June 2018

અમદાવાદમાં યુવતિ ઉપર સામુહિક દુષ્‍કર્મ પ્રકરણમાં વૃષભ મારૂ અને ગૌરવ મહાવીર દાલમીયાના નામો ખુલ્યાઃ બંનેની શોધખોળઃ આરોપીના પિતા રિમાન્ડ ઉપરઃ મહિલા ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપાઇ

 

અમદાવાદઃ અમદાવાદમાં યુવતિ ઉપર સામુહિક દુષ્‍કર્મ આચરીને તેની ક્લીપીંગ ઉતારવામાં આવ્યા બાદ આ પ્રકરણમાં આરોપીઓના નામો ખુલતા પોલીસે તેની શોધખોળ આદરી છે.

અમદાવાદ ખાતે 22 વર્ષની યુવતી પર સામુહિક દુષ્‍કર્મ કરવાના કેસની તપાસ મહિલા ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. હવે આ કેસની તપાસ મહિલા એડિશનલ ડીજીપી પન્ના મોમાયા કરશે. આ કેસમાં ફરાર રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમો રવાના થઈ ગઈ છે. બીજી બાજુ પીડિત યુવતી પર દુષ્કર્મ કરનાર બે યુવકોની તસવીર સામે આવી છે. યુવતીએ ફરિયાદમાં જેનું નામ લખ્યું છે તે વૃષભ મારુ અને ગૌરવ મહાવીર દાલમિયાની તસવીરો સામે આવી છે.

યુવતીએ ફરિયાદમાં જેમના નામ લખ્યા છે તે ગૌરવ અને વૃષભ મારુ હાલ ફરાર થઈ ગયા છે. ગઈકાલે ક્રાઇમ બ્રાંચે ગૌરવના પપ્પાના રિમાન્ડ લીધા હતા. તો વૃષભ રતલામ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે. બીજી તરફ ફરિયાદમાં જેનું નામ છે તે યામી નાયરના ઘરે પોલીસ તપાસ માટે પહોંચી છે.

અમદાવાદના ઇસનપુર વિસ્તારની એક 22 વર્ષની યુવતીએ પોલીસમાં ફરિયાદ આપી હતી કે ગત માર્ચ મહિનામાં તેની સાથે ચાલુ કારમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. યુવતીએ પોલીસને આપેલી ફરિયાદ પ્રમાણે માર્ચમાં તે પોતાનું એક્સેસ લઈને રાતના સાડા આઠ વાગ્યે નહેરુનગરથી ઝાંસીની રાણી વચ્ચે સર્વિસ રોડ પર ઉભી હતી ત્યારે સ્કોર્પિયો કારમાં આવેલા ચાર લોકોએ કેફી પદાર્થ સુંઘાડીને તેને ગાડીમાં બેસાડી દીધી હતી. બાદમાં કારમાં જ તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેના ગુપ્તાંગમાં લાકડી નાખી દેવામાં આવી હતી. આ સમયે બે લોકો તેનો વીડિયો ઉતારતા હતા. બાદમાં તેઓ વીડિયો લીક કરી દેવાની તેમજ બોયફ્રેન્ડની મારી નાખવાની ધમકી આપીને પૈસા માંગતા રહ્યા હતા.

ફરિયાદ પ્રમાણે 26મી જૂનના રોજ કાળા કલરની સ્કોર્પિયો કારમાં ફરીથી તેને સ્પે છાંટીને બેસાડી દેવામાં આવી હતી. આ સમયે કારની વચ્ચેની સીટમાં બે યુવકોએ તેની સાથે અડપલાં કર્યા હતા તેમજ તેની ક્લિપિંગ ઉતારી લીધી હતી. બાદમાં કારમાં રહેલા યુવકોએ આ બધુ ગૌરવ દાલમિયાએ કરાવેલું હોવાનું કહીને તેને કારમાંથી ઉતારી મૂકી હતી.

યુવતીએ પોલીસને આપેલી ફરિયાદમાં વૃષભ મારુ, યામિની નાયર, ગૌરવ મહાવિર દાલમિયા (કથિત બોયફ્રેન્ડ) અને ત્રણ અજાણ્યા ઇસમોના નામ આપ્યા છે.

26મી જૂનના બનાવ બાદ યુવતીએ આ અંગેની જાણ પોતાના માતાપિતાને કરી હતી. આ માટે મહિલા હેલ્પલાઇન અભિયમની મદદ લેવામાં આવી હતી. અભિયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યા બાદ આ અંગે ફરિયાદ કરવા માટે તેને સમજાવી હતી. આ અંગે પહેલા ઇસનપુર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

(5:50 pm IST)