ગુજરાત
News of Tuesday, 30th May 2023

કડવી દૂધીના સેવનથી વડોદરાનાં ત્રણ દર્દીઓ ડાયાબિટીસની ઝપટે

દૂધી લાવે બુદ્ધિ પરંતુ તેનું સમજણપૂર્વક સેવન ના થાય તો તે ઉપાધિરૂપ પણ બની શકે છે, દુધીનું રોજિંદુ સેવન કરનાર માટે તકેદારી જાળવવું સલાહભર્યું : બરોડા મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના પ્રાધ્‍યાપક પાસે ત્રણ દર્દી આવતા તેમને હાથ ધરેલા સંશોધન દરમિયાન સ્‍પષ્‍ટ થયેલી હકીકત

વડોદરા,તા. ૩૦ : દૂધી લાવે બુધ્‍ધિની ઉકિત કડવી દૂધી માટે સાચી રહેતી નથી. કડવી દૂધીનું સેવન વ્‍યકિતના સ્‍વાસ્‍થ્‍ય સુધારવાના સ્‍થાને વ્‍યકિતને જીવ ગુમાવવાનો વારો આવી શકી છે. બરોડા મેડિકલ કોલેજના મેડિસીન વિભાગના પ્રાધ્‍યાપક પાસે કડવી દૂધીનું સેવન કરવાથી સ્‍વાસ્‍થ્‍ય બગડતા આવેલા ત્રણ દર્દીઓ ડાયાબિટીસની ઝપટમાં આવી ગયા હતા. આ ચોંકાવનારી વિગતો ધ્‍યાનમાં આવતાં પ્રાધ્‍યાપક આ દર્દીઓની માહિતી મેળવી સંશોધન હાથ ધર્યું છે.

દૂધીનો વેલો ભારત ચીન જાપાન સહિતના દેશમાં આઠ થી દશ હજાર વર્ષથી અસ્‍તિત્‍વ ધરાવે છે. જયાંથી તે વિશ્વના અન્‍ય દેશમાં પણ ફેલાયેલો છે. દૂધીનો જયુસ બનાવીને શાક બનાવીને અને રસોઇની જુદી જુદી વાનગીઓ બનાવવામાં ઉપયોગ કરવામા આવે છે. દૂધી અને દૂધીના બીજ અનેક ઔષધીય ગુણધર્મો રહેલા છે. દૂધી વજન ઓછુ કરવા માંગતા લોકો માટે ખુબજ ઉપયોગી છે. ૧૦૦ ગામ દૂધીમાં  ૧૫ કેલેરી મળે છે. દૂધીમાં સોડિયમનું પ્રમાણ ઓછુ અને પોટેશીયમનું પ્રમાણ વધુ હોવાથી હૃદયરોગ અને હાઇબ્‍લડપ્રેશરના દર્દીઓ માટે પણ ખુબજ ઉપયોગી છે. દૂધી આલ્‍કલાઇન હોવાથી જે લોકોને વધારે એસીડીટીથી પીડાતા હોય પેશાબમાં બળતરા કે પેશાબની તકલીફ હોય તે માટે પણ ઉપયોગી છે. દૂધીમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી કબજીયાતના દર્દીઓ માટે ઉપયોગી છે. જયારે દૂધીમાં પાણીનું પ્રમાણ પુષ્‍કળ હોવાથી ઉનાળાની ઋતુમાં શરીરની ઠંડક તરસ ઓછી કરવા માટે પણ ઉપયોગી છે.

દૂધીના ઔષધીય ગુણોના લીધે લોકો તેનો ઉપયોગ વધુ કરતા  હોય છે, પરંતુ તાજેતરમાંજ બરોડા મેડિકલ કોલેજના પ્રાધ્‍યાપક ડો.કયુર બ્રાહ્મ પાસે ત્રણ દર્દીઓ સારવાર અર્થે આવ્‍યા હતા. તપાસ કરતા તેઆં ડાયાબિટીસની ઝપટમાં આવી ગયા હતા. આ ત્રણેય દર્દીઓની ડો.બ્રાહ્મેએ તેઓના ખોરાક સહિતની વિગતો મેળવી હતી. તેઓની પુછપરછમાં તેઓ કડવી દૂધીનું સેવન કર્યું હોવાનું જણાવ્‍યુ હતુ. કડવી દૂધીમાં રહેલુ કયુકરબીટાસીન નામના તત્‍વના લીધે તેઓ ડાયાબિટીસની ઝપટમાં આવી ગયા હોવાના નિદાન ઉપર તેઓ પહોંચ્‍યા હતા. ત્રણેય દર્દીઓને પ્રથમ ઇન્‍સ્‍યુલીન અને પછી ગોળીઓ શરૂ કરી હતી. બે મહિના ઉપરાંતની સારવારના સીલસીલા બાદ ત્રણેય દર્દીઓ સ્‍વસ્‍થ થયા હતા.

વેલાઇન-કોલીન નામળુ એમિનો એસિડ હોવાથી માનસિક રોગની સારવારમાં ઉપયોગી

ગોત્રી ઇએસઆઇ હોસ્‍પિટલના ડો. અંબરીષ પંડયાએ જણાવ્‍યુ હતુકે. દૂધીમાં વેલાઇન અને કોલીન નામના એમિનો એસિડનું પ્રમાણ વધારે હોવાથી માનસિક રોગ માટે પણ તે ઉપયોગી છે. હતાશા અને માનસિક તણાવ પણ દૂર કરે છે. દૂધીના બીજમાંથી નીકળતુ તેલ ઓમેગા થ્રી ફેટી એસિડ ધરાવે છે. તે હૃદયરોગના દર્દીઓ માટે ઉપયોગી છે. કોલેસ્‍ટ્રોલ ઓછુ કરે છે.

કડવી દૂધીમાં રહેલા કયુકરબીટાસીનથી લોહીની ઉલટી, બ્‍લડપ્રેશર ઘટી જાય

ઇન્‍સ્‍યુલીન અને ગોળીઓ બાદ બે મહિના ઉપરાંતના સમયબાદ તેમના સ્‍વાસ્‍થ્‍યમાં નોંધાયેલો સુધારો

કડવી દૂધીમાંનુ કયુકટબીટાસીન નામનુતત્‍વ આરોગ્‍ય માટે જોખમકારક છે. એટલુજ નહી કડવી દૂધીના સેવનથી લોહીની ઉલટીઓ થવી ઝાડા-ઉલટી થવા અને બ્‍લડ પ્રેશર ઘટી પણ જાય છે. કડવી દૂધીમાં ક્‍યુકટરબિટાસીન નામનુત્‍વ સાઇ ટોટોકિસક એટલેકે શરીરના કોષોનો નાશ કરે છે. કડવી દૂધીના સેવનથી ત્રણ વ્‍યકિતઓના મોત નિપજયા હોવાનું પણ નોંધાયેલા હોવાનુ જાણકારો જણાવે છે. કડવી દૂધીનો જયુસ ઉપયોગમાં લેવો ન જોઇએ કુમળી દૂધીનો તાજો રસ પીવો જોઇએ.

 

(9:36 am IST)