ગુજરાત
News of Wednesday, 30th May 2018

માલધારીઓ આંદોલનના માર્ગે:હજારો ગાયો લઈને વિધાનસભાને ઘેરાવની ચીમકી

અમદાવાદમાં માલધારીઓ દ્વારા ગૌચર જમીન મામલે પ્રતીક ઉપવાસ ;અલ્પેશ ઠાકોરનું સમર્થન

 

અમદાવાદ ;રાજ્યમાં માલધારીઓ દ્વારા ગૌ-ચરની જમીન મામલે ગૌ-ચર જમીન પરથી દબાણો દુર કરવા રાજ્યભરમાં આંદોલન કરાશે સરકાર ગૌ-ચર જમીનો ખાલી નહિ કરે તો હજારો ગાયો લઈને વિધાનસભાનો ધેરાવો કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે માલધારી સમાજને સમર્થન આપ્યું છે.

   અમદાવાદમાં માલધારી સમાજના આગેવાન તેમજ ઓબીસી એસસી એસટી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ અને સંભુ રબારી ગૌચરની જમીન મામલે પ્રતીક ઉપવાસ પર બેઠા છે. ભાવનગરના વલભીપુરના ચમારડી ગામમાં રેવાભાઈનું મોત થતાં માલધારી સમાજમાં રોષ ફેલાયો છે જેને લઇને રાજ્ય સરકારને અનેક રજુઆતો કરી હોવા છતાં રજુઆતોની અવગણનાને પગલે માલધારી સમાજે હવે આંદોલન શરુ કર્યુ છે.

   માલધારી આગેવાન મુકેશ ભરવાડે જણાવ્યું કે, રાજ્યની ગૌચરની જમીન પર દબાણો થઇ રહયા છે તે દૂર નહિ થાય તો આગામી દિવસો અમે હજારો ગાયોની સાથે વિધાનસભાનો ઘેરાવ કરીશું અને મુખ્યમંત્રીના દરેક કાર્યક્રમો નો વિરોધ કરીશું.

   ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, રાજ્ય સરકાર ગૌચર નીતિ જાહેર કરે નહીંતર ચાલુ વરસાદમાં પણ વિધાનસભાનો ઘેરાવ થશે.

(1:26 am IST)