News of Wednesday, 30th May 2018
દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદના છાંટા પડવાની શકાયતા
અમદાવાદ :હવામાન વિભાગના જણાવ્યાં પમુજબ હાલમાં ગુજરાત પર વરસાદ થવાની કોઈ સિસ્ટમ સક્રિય બની નથી પરંતું પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૃપે દક્ષિણ ગુજરાતમાં પવન સાથે છાંટા પડી શકે છે.
રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણ પણ પલટાવા લાગ્યું છે. કેટલાક શહેરમાં આછા-આછા વાદળાઓ પણ ઘેરાવા લાગ્યાં છે. જેના કારણે રાત્રે પણ અસહ્ય બફારો વર્તાતા લોકો હેરાન થઈ ગયા છે.
(11:50 pm IST)