ગુજરાત
News of Wednesday, 30th May 2018

અમદાવાદના નરોલમાં ફેકટરીમાં કેમિકલ લીકેજથી અફરાતફરી

ગોડાઉનમાં સામાન્ય આગને કારણે સલ્ફ્યુરિક એસિડ લીકેજ થયો

 

અમદાવાદના નારોલ પાસે આવેલ જિંદાલ વલ્લભ ફેક્ટરીમાં કેમિકલ લીકેજ થતા અફરાતફરી મચી હતી. ફેક્ટરીના સલ્ફ્યુરિક એસિડના ગોડાઉનમાં સામાન્ય આગને કારણે સલ્ફ્યુરિક એસિડ લીકેજ થયો હતો જેને ફાયર બ્રિગેડે કાબુ માં લીધો હતો.

  નારોલ આર વી ડેનિમની સામે આવેલ જિંદાલ ફેક્ટરીમા કેમિકલ લીકેજ થતા કર્મચારીઓમાં દોડધામ મચી હતી. કાપડની ફેક્ટરીમાં સલ્ફ્યુરિક એસિડનો ગોડાઉન આવેલ છે જેમાં ૨૦૦ લીટરના બેરલમાં સામાન્ય આગ લાગી હતી, જેના કારણે સલ્ફ્યુરિક એસિડ લીક થયો હતો. કેમિકલ લીક થતા કર્મચારીઓને આંખમાં બળતરા થતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી, અને ફાયર બ્રિગેના ફાયર ફાઇટરોએ આગ અને કેમિકલ લીકેજને મહા મહેનતે કાબુમાં લીધો હતો.

(11:22 pm IST)