ગુજરાત
News of Wednesday, 30th May 2018

પલસાણાના અંતરોલીમાં રાષ્ટ્રીય પક્ષી મોર અને અન્ય પક્ષીઓના ટપોટપ મોત :વનવિભાગ દોડ્યું

વન વિભાગ અને ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમ ને 5 મોર, ૩ ઢેલ અને ૩ અન્ય પક્ષીઓના મૃતદેહ મળ્યા

 

સુરત :જિલ્લાના પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામે રાષ્ટ્રીય પક્ષી મોર અને અન્ય પક્ષીઓના ટપોટપ મોત થતા ચકચાર મચી છે. મોર તેમજ અન્ય પક્ષીઓના મૃતદેહોને પીએમ માટે મોકલી દેવાયા છે. મોત કયા કારણોસર થઈ રહ્યા છે તે અંગે રિપોર્ટ આવ્યા બાદ બહાર આવી શકે એમ છે.

  અંગે અમ્લતી વિગત મુજબ પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામની સિમમાં આવેલ ગૌશાળા ટ્રસ્ટની ખુલ્લી જમીન તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના એક પછી એક સાથે અન્ય પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મોરના મોતની માહિતી મળતા વન વિભાગ પણ અંત્રોલી ગામે આવી પહોચ્યું હતું. બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમ પણ મોરના મોતની જાણ થતાં સ્થળ પર પહોંચી વન વિભાગ સાથે મોરના મૃતદેહો શોધવાનું શરૂ કર્યું હતું. વન વિભાગ અને ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમ ને 5 મોર, ઢેલ અને અન્ય પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા. જેથી વન વિભાગની ટિમ એસ્થળ તપાસ આદરી હતી

(10:42 pm IST)