ગુજરાત
News of Wednesday, 30th May 2018

વડોદરામાં પાણીની સમસ્યાને કારણે મહિલાઓ વિફરી: વોર્ડ ન.10ની ઓફિસમાં તોડફોડ

વોર્ડ ઓફિસરના ટેબલ પર ગંદુ પાણી રેડીને કર્યો ઉગ્ર વિરોધ : ખુરશીઓમાં તોડફોડ કરી

વડોદરાઃ વડોદરામાં પાણીની સમસ્યાને કારણે મહિલાઓ વિફરી હતી શહેરમાં વોર્ડ નંબર 10ની ઓફિસમાં સુભાનપુરાની સ્થાનિક મહિલાઓએ તોડફોડ કરીહતી છેલ્લાં ઘણાં સમયથી સુભાનપુરા, આનંદવન સહિતની 5 સોસાયટીઓમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓમાં ઉગ્ર રોષ જોવાં મળ્યો છે.રોષે ભરાયેલી આ મહિલાઓએ વોર્ડ ઓફિસરનાં ટેબલ પર ગંદુ પાણી રેડીને આ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો છે. આ સાથે જ મહિલાઓએ ઓફિસમાં પડેલી ખુરશીઓની પ ણ તોડફોડ કરી હતી.

(8:17 pm IST)