ગુજરાત
News of Wednesday, 30th May 2018

સુરતના મહિધરપુરામાં આંગડિયા પેઢીના કમર્ચારીને ચપ્પુના ઘા ઝીકી લૂંટ કરનાર એક આરોપી ઝડપાયો

બારડોલીથી આવતા આંગડિયાને બેલ્જીયમ સ્કેવર નજીક લૂંટી લેવાયેલ :ઉદય કોલડિયા પોલીસની ગિરફ્તમાં :1.40 લાખનો મુદામાલ કબ્જે

સુરત:તાજેતરમાં મહિધરપુરા વિસ્તારમાં આંગડીયા પેઢીના એક કર્મચારીને ચાર શખ્સોએ ચપ્પુના ઘા ઝીંકી 3.50 લાખના પાર્સલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.પોલીસે  આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.

  આ અંગેની વિગત મુજબ મહિધરપુરા વિસ્તારમાં બારડોલીથી આવતાં આંગડીયા પેઢીના કર્મચારીને બેલ્જીયમ સ્કેવર નજીક લૂંટી લેવામાં આવ્યો હતો. કર્મચારીને છાતિના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને લૂંટી લેવાયો હતો

  આ અંગે મહિધરપુરા પોલીસે ચારમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપીઓની મદદ કરનાર ઉદય કોલડીયા હાલ પોલીસની ગીરફ્તમાં છે અને 1 લાખ 40 હજારનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે સાથે આગામી સમયમાં અન્ય મુદ્દામાલ કબ્જે લેવામાં આવશે તેવી આશા પોલીસ સેવી રહી છે.

(7:40 pm IST)