ગુજરાત
News of Wednesday, 30th May 2018

લે બોલ ! નકલી ચૂંટણીપંચના નામે પોલીસને દોડતી કરાવીઃ ઇવીઅેમમાં થતી ગેરરીતિની તપાસ માટે પત્ર લખીને સૂચના આપી

અમદાવાદઃ ચૂંટણીપંચના નામે બોગસ પત્ર લખીને દેશભરમાં ઇવીઅેમમાં થતી ગેરરીતિ અંગે સૂચના આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ પત્ર રાજ્યના પોલીસ વડાને પણ પાઠવવામાં આવ્યો છે, જે અંગે પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

2 એપ્રિલ 2018ના આ પત્ર તમામ કમિશનર અને SPને મોકલવામાં આવ્યો હતો, જેમાં રિપોર્ટ સોંપવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. તેમજ એક મહિનામાં તપાસનો રિપોર્ટ સોંપવા સૂચના આપી હતી. ગુપ્ત રિપોર્ટ મોકલાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સમગ્ર મામલે SOGની તપાસ સોંપવામાં આવી છે. 

જે પછી તપાસ કરતાં જાણવા મળ્યું કે, ચૂંટણી પંચે આ પ્રકારનો કોઈ પણ પત્ર મોકલ્યો જ નથી. તેમજ આ પત્ર ખોટો હોવાનું સામે આવ્યું હતું. હવે દેશની સૌથી તટસ્થ ગણાતી સંસ્થાની વિશ્વસ્નીયતા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. આ મામલે ગાંધીનગર સેક્ટર 7ના PIએ ફરિયાદ નોંધાવી છે.

ચૂંટણી પંચના નકલી પત્ર મામલે SP વિરેન્દ્રસિંહની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, પત્ર પર શરૂઆતથી જ શંકા હતી. તેમજ તપાસમાં ચૂંટણી પંચ દ્ગારા કોઈ લેટર ન લખાયાનું ખુલ્યું હતું. કોઈએ ખોટી રીતે લેટર બનાવ્યો છે. તેમજ SPએ કહ્યું કે, 5 રૂપિયાની ટીકીટ લેટર પર લગાવેલી છે, આ અંગે તપાસ કરતાં પોલીસે કોઈ ગુપ્ત રિપોર્ટ નથી મોકલ્યા. આ સાથે જ ચૂંટણી પંચ ક્યારેય આવી વિગત માગતુ નથી.

(7:18 pm IST)