ગુજરાત
News of Wednesday, 30th May 2018

વડોદરામાં પાણીની સપ્લાય કરતા 10 એજન્સીઓ પર દરોડા પાડી આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ લીધા

વડોદરાવડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં પાણી સપ્લાય કરતી 10 ખાનગી એજન્સીઓના પ્લાન્ટ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરનાર 7 એજન્સીઓમાંથી પાણીના સેમ્પલ લઇ પૃથકરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગના અમલદાર ડો. મુકેશ વૈદ્યએ જણાવ્યું હતું કે, કાળઝાળ ગરમીમાં પાણીની ડીમાન્ડ વધી ગઇ છે. લોકો દ્વારા પાણીના પાઉચ, પાણી જગ મંગાવીને પાણીનો પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે. ખરેખર પાણી આર..વાળુ છે કે નહીં. તેની ચકાસણી કરવા માટે આરોગ્ય વિભાગની બે ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાણી સપ્લાય કરતા 10 યુનિટો ઉપર ચેકીંગ કરવામાં આવ્યું હતું.

(6:18 pm IST)